ભારત અને ચીન વચ્ચે તર્કસંગત અને વ્યાવહારીક વાતચીતની જરૂર : વિદેશ સચિવ

નવી દિલ્હી : પરમાણુ આપુર્તિકર્તા સમૂહ (એનએસજી)માં ભારતનાં સભ્યપદની વિરુદ્ધ ચીન દ્વારા પોતાના વલણથી પાછા નહી હટવા વચ્ચે વિદેશ સચિવ એસ.જયશંકરે બંન્ને પક્ષોમાં આ મુદ્દે તર્કસંગત અને વ્યાવહારિક વાતચીતની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, એકબીજાની આકાંક્ષાઓને મહત્વનહી આપવું તે સંપુર્ણ સંબંધો માટે નુકસાનકારક છે. જયશંકરે આ સાથે જ ચીનમાં ભારતની છબી સુધારવાની વાત ઉચ્ચારી છે અને તેના ઉપાયો પણ સુચવ્યા છે.

વિદેશ સચિવે કહ્યુ કે, ભારતે ચીનમાં પોતાની છબી સુધારવા માટે પોતાના સોફ્ટ પાવરનો ઉપયોગ કરવા સાથે સાથે બીજુ ઘણુ કરવું જોઇએ. એવું એટલા માટે કે ચીનનાં લોકોને આપણા દેશ અંગે યોગ્ય જાણકારી નથી. ભારતનાં સોફ્ટ પાવર પર વિદેશ મંત્રાલયની સ્થાયી સમિતીનાં અહેવાલમાં વિદેશ સચિવની આ ટીપ્પણી આવી છે. આ રિપોર્ટને બુધવારે લોકસભામાં રજુ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં જયશંકરના હવાલાથી કહેવામાં આવ્યુ કે, મારૂ માનવું છે કે હાલ ચીનની સાથે જે સમસ્યા છે, અમારે તેને માનવાનો ઇન્કાર ન કરવો જોઇએ. એટલા માટે હાલનાં સમયે ચીનની સાથે આ અંગે તર્કસંગત અને વ્યાવહારીક વાતચીત જરૂરી છે કે કઇ રીતે એકબીજાની આકાંક્ષાઓને સ્થાન ન આપવું આંતરિક સંબંધો માટે ફાયદાકારક નથી. આપણે ચર્ચા કરવી જોઇએ અને અમે કરીશું.

You might also like