બેન્ક અને ઓટો સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં સુધારો

અમદાવાદ: વિદેશી શેરબજારના સપોર્ટે આજે શેરબજાર સુધારે ખૂલ્યું હતું. બેન્કિંગ અને ઓટો સેક્ટરની આગેવાનીએ બીએસઇ સેન્સેક્સ ૧૪૦ પોઇન્ટને સુધારે ૨૫,૯૧૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૯ પોઇન્ટને સુધારે ૭,૮૫૦ની સપાટી ક્રોસ કરી ૭,૮૭૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે સન ફાર્મા, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એલએન્ડટી અને હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ એચડીએફસી બેન્ક, વિપ્રો, લ્યુપિન કંપનીના શેર્સમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આગામી સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેન્કની બેઠક મળી રહી છે, જેમાં યુરોને સપોર્ટ કરવા અંગે મહત્ત્વનાે નિર્ણય લઇ શકાય છે તેવાં સેન્ટિમેન્ટ પાછળ વિદેશી બજારો સુધર્યાં હતાં, જે પાછળ સ્થાનિક બજારમાં પણ સુધારા તરફી ચાલ નોંધાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આજથી શિયાળુ સંસદનું સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે સરકાર માટે કેટલાંક મહત્ત્વના બિલો પસાર થશે કે નહીં તેના પર બજારની નજર મંડાયેલી છે.

You might also like