છેલ્લા સળંગ ચાર વર્ષના જુલાઈમાં સેન્સેક્સ અપ

અમદાવાદ: શેરબજારમાં છેલ્લા કેટલાય સમયથી નરમાઇની ચાલ જોવા મળી રહી છે. જુલાઇ મહિનામાં અત્યાર સુુધીમાં સેન્સેક્સ ૪પ પોઇન્ટ ડાઉન જોવા મળી રહ્યો છે. જુલાઇ મહિનાની ચાલ કેવી રહેશે તે અંગે રોકાણકારોમાં ‌દ્વીધાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

જોકે છેલ્લા પાંચ વર્ષનો ડેટા જોઇએ તો તેમાંથી જુલાઇ-ર૦૧૪થી ર૦૧૭ના જુલાઇ મહિનામાં સેન્સેક્સમાં સુધારાની ચાલ જોવા મળી છે. પાછલા વર્ષે જુલાઇ મહિનામાં સેન્સેક્સ ૧પ૯૩ પોઇન્ટ ઊછળ્યો હતો. જ્યારે ર૦૧૬ના જુલાઇ મહિનામાં ૧૦પર પોઇન્ટ વધ્યો હતો.

ગત પાંચ વર્ષના જુલાઇમાં સેન્સેક્સમાં વધ-ઘટ
જુલાઇ-ર૦૧૭ +૧પ૯૩
જુલાઇ-ર૦૧૬ +૧૦પર
જુલાઇ-ર૦૧પ +૩૩૪
જુલાઇ-ર૦૧૪ +૪૮૧
જુલાઇ-ર૦૧૩ -પ૦

You might also like