શેરબજારમાં તેજી, સેન્સેક્સ ચઢ્યું 551 અંકે અને નિફ્ટી 10390ની નજીક બંધ

ગ્લોબલ બજારોથી મળેલ મજબૂત સંકોતો દ્વારા આજે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું. વેપારનાં અંતમાં આજે સેંસેક્સ 550.92 અંક એટલે કે 1.63 ટકા વધીને 34,442.05 પર અને નિફ્ટી 188.20 અંક એટલે કે 1.85 ટકા વધીને 10,386.60 પર બંધ થયો.

મિડ-સ્મોલકેપ શેરોમાં વધારોઃ
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધારો જોવા મળ્યો છે. બીએસઇનાં મિડકેપ ઇન્ડેક્સમાં 1.56 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1.38 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ 1.92 ટકા સુધી વધીને બંધ થયેલ છે.

બેંક નિફ્ટીમાં વધારોઃ
બેંકિંગ શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 345 અંક વધીને 25153નાં સ્તર પર બંધ થયો છે. નિફ્ટી ઓટોમાં 0.87 ટકા, નિફ્ટી આઇટીમાં 4.07 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 2.33 ટકાનો વધારો દાખલ કરાયો છે.

ટોપ ગેનર્સઃ
ટેક મહિન્દ્રા, યૂપીએલ, એચડીએફસી, એચસીએલ ટેક, ઇંડસઇંડ બેંક, ઇન્ફોસિસ, એક્સિસ બેંક, યસ બેંક.

ટોપ લૂઝર્સઃ
કોલ ઇન્ડીયા, ડૉ. રેડ્ડી લૈબ્સ, ટાટા સ્ટીલ, હિંડાલ્કો, મારૂતિ સુઝુકી, અદાની પોર્ટ.

You might also like