સેન્સેક્સ શરૂઆતે ૪૦૦ પોઈન્ટની છલાંગ લગાવી, બેન્ક નિફ્ટી ૩૦૦ પોઈન્ટ ઊછળી

અમદાવાદ: અમેરિકા અને ચીન વચ્ચે ઊભા થયેલા ટ્રેડ વોરના પ્રશ્ન વાતચીતથી ઉકેલાવાની આશાએ આંતરરાષ્ટ્રીય શેરબજારના સપોર્ટથી ભારતીય શેરબજાર પણ ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૪૦૩ પોઇન્ટના સુધારે ૩૩,૪૨૨, જ્યારે નિપ્ટી ૧૩૪ પોઇન્ટના સુધારે ૧૦,૨૫૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

મિડકેપ, સ્મોલકેપ સહિત બેન્ક, ઓટો, આઇટી, મેટલ, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૧.૨ ટકા સુધરી ૨૪,૪૦૦ની સપાટી ક્રોસ કરતી જોવા મળી હતી. શરૂઆતે હિંદાલ્કો, વેદાંતા, ઇન્ડિયા બુલ હાઉસિંગ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ૧.૫થી ૩.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આરબીઆઈની પોલિસી બજાર માટે મહત્ત્વની સાબિત થશે.

શરૂઆતે બેન્ક નિફ્ટી ૩૦૦ પોઈન્ટ ઊછળી
આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૩૦૦ પોઈન્ટ ઊછળી ૨૪,૪૩૭ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ગઈ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૪,૧૨૯ પોઈન્ટની સપાટીએ બંધ નોંધાઈ હતી.

માર્કેટ કેપમાં ૧.૮૩ લાખ કરોડનો ઉમેરો
આજે શરૂઆતે શેરબજારમાં આવેલા ઉછાળાના પગલે બીએસઈની માર્કેટ કેપમાં ૧.૮૩ લાખ કરોડનો ઉમેરો થયો છે. સેન્સેક્સમાં ૩૮૦ પોઈન્ટના ઉછાળાથી બીએસઈની માર્કેટ કેપ વધીને ૧,૪૫,૯૬,૩૪૭ કરોડની સપાટીએ પહોંચી ગઈ હતી.

આ શેરમાં જોવાયેલો સુધારો
રિલાયન્સ ૧.૦૪ ટકા રૂ. ૯૦૪.૪૫
ટીસીએસ ૦.૮૩ ટકા રૂ. ૨,૯૩૧.૨૫
એચડીએફસી બેન્ક ૧.૧૫ ટકા રૂ. ૧,૯૦૬.૪૫
આઈટીસી ૦.૧૭ ટકા રૂ. ૨૫૯.૧૦
એચડીએફસી ૦.૯૯ ટકા રૂ. ૧,૮૨૧.૧૦
એચયુએલ ૧.૦૪ ટકા રૂ. ૧,૩૭૦.૪૫
મારુતિ સુઝુકી ૦.૯૯ ટકા રૂ. ૯,૧૦૪.૦૫

You might also like