બે દિવસમાં સેન્સેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઉછાળોઃ મેટલ-ઓટો શેરમાં સૌથી વધુ ઉછાળો

અમદાવાદ, શુક્રવાર
આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૪૪ પોઇન્ટના સુધારે ૩૪૦૦૦ની સપાટી વટાવી ૩૪૧૧૩ જ્યારે એનએસઇ ‌નીફટી ૪ર પોઇન્ટની સપાટી વટાવી ૧૦પ૪પ પોઇન્ટની સપાટીએ ટ્રે‌િડંગમાં જોવા મળી હતી. કન્ઝયુમર ડ્યુરેબલ્સ સહિત મિડકેપ અને સ્મોલકેપ સેકટરના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. ઓટો-મેટલ સેકટરના શેરમાં પણ મજબૂત સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. બેન્ક નીફ્ટી ૦.૩ ટકાના સુધારે રપ,પ૪૦ પોઇન્ટની સપાટીએ ટ્રે‌િડંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે યસ બેન્ક, ટાટા પાવર, અંબુજા સિમેન્ટ, આઇશર મોટર, વેદાન્તા, ભારતી એરટેલ, એસબીઆઇના શેરમાં ૦.૭પ ટકાથી ૧.પ૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ગેઇલ, એચસીએલ ટેકનો, હીરો મોટો કોર્પ, ઇન્ફોસિસ અને ઓએનજીસીમાં શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા.
શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા સુધારાના પગલે સ્થાનિક બજાર ઉપર તેની પો‌િઝ‌િટવ અસર નોંધાઇ છે. બે દિવસમાં સેન્સેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

મેટલ શેર વધુ સુધર્યા
ટાટા સ્ટીલ   ૧.૫૯ ટકા
વેદાન્તા   ૧.૪૪ ટકા
એમએનડીસી   ૧.૭૫ ટકા
જેએસડબલ્યુ સ્ટીલ   ૩.૪૭ ટકા
હિન્ડાલ્કો   ૧.૧૧ ટકા

આ શેર ‘ઓલટાઇમ હાઇ’
હિન્દાલ્કો    ર૮૩.૯પ
ગુડયર    ૧રર૩.૯પ
ગોદાવરી પાવર   ૪૧૦.૭પ
જે.કે. પેપર   ૧૬૯.પ૦
જેએસડબ્લ્યુ સ્ટીલ   ર૮૪.૦પ
એલ એન્ડ ટી   ૧૩ર૪.૯૦
પીસી જ્વેલર્સ  ૪૮૯.૯૦
રેમન્ડ   ૧૧૧૦.૦૦
ટાઇટન   ૯૦૦.૭પ
વર્ધમાન હો‌િલ્ડંગ   ૬૧૦૦.૦૦

ઓટોમોબાઇલ્સ શેર અપ
મારુ‌િત સુઝુકી  ૦.૪૬ ટકા
ટાટા મોટર્સ   ૦.૩પ ટકા
ટીવીએસ મોટર  ૦.રપ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા  ૦.૩પ ટકા
બજાજ ઓટો  ૦.રર ટકા

You might also like