માર્ચ સિરીઝની શાનદાર શરૂઆતઃ નિફ્ટીએ ૭,૦૦૦ની સપાટી વટાવી

અમદાવાદ: આગામી સપ્તાહે સોમવારે બજેટ પૂર્વે સપ્તાહના છેલ્લે દિવસે માર્ચ સિરીઝનો શાનદાર આરંભ થયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૪૦ પોઇન્ટના સુધારે ૨૩,૨૧૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૯ પોઇન્ટના સુધારે ૭,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૭,૦૪૯ની સપાટીએ જોવા મળી હતી.

વિદેશી બજારોના સપોર્ટે લાર્જકેપ સેક્ટરના શેર્સમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. લાર્સન ટુબ્રો, એસબીઆઇ, ટાટા મોટર્સ, વેદાન્તા, ક્રેઇન, પાવર ગ્રીડ કોર્પોરેશન, બેન્ક ઓફ બરોડા કંપનીના શેર્સમાં બેથી ત્રણ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્ક, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રોકાણકારોની નજર સામાન્ય બજેટ ઉપર મંડાયેલી છે.

ગઇ કાલે રેલવે બજેટમાં નિરાશા જોવા મળી છે. આ જોતાં સોમવારના સામાન્ય બજેટમાં રોકાણકારોની આશા ફળિભૂત થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઇ રહ્યો છે.

You might also like