જાન્યુઆરી સિરીઝની પોઝિટિવ શરૂઆત, ‘એ’ ગ્રૂપના શેર બાવન સપ્તાહની ઊંચાઈએ

આજે કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના ટ્રેડિંગનો છેલ્લો દિવસ છે ત્યારે જાન્યુઆરી સિરીઝની પોઝિટિવ શરૂઆત જોવા મળી હતી. આજે શરૂઆતે સેન્સેક્સ ૧૦૫ પોઇન્ટના સુધારે ૩૩,૯૫૩ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૭ પોઇન્ટના સુધારે ૧૦,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૧૦,૫૦૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. એટલું જ નહીં કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે એશિયન પેઇન્ટ્સ કંપનીના શેરમાં ૧.૫૭ ટકાનો સુધારો નોંધાયો હતો. ભેલ, એનટીપીસી પણ પોઝિટિવ ખૂલ્યા હતા, જ્યારે વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૦.૨૪ ટકાથી ૦.૯૧ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

મિડકેપ સેક્ટરના શેર જેવા કે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, બજાજ હોલ્ડિંગ, રિલાયન્સ પાવર કંપનીના શેરમાં ત્રણથી ૨૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી નોંધાઇ હતી.

‘એ’ ગ્રૂપના શેર બાવન સપ્તાહની ઊંચાઈએ
અલ્કેમ લેબ્સ                               રૂ. ૨,૨૫૦
સેન્ચૂરી                                        રૂ. ૧,૪૪૮
કોરોમંડલ ઈન્ડ.                           રૂ. ૫૭૯.૯૦
હેવલ્સ ઈન્ડિયા                            રૂ. ૫૬૮.૦૦
જૈન ઇરિગેશન                             રૂ. ૧૩૨.૯૦
જેટ એરવેઝ                                રૂ. ૮૩૪.૯૫
રિલાયન્સ કોમ્યુ.                        રૂ. ૪૧.૭૭
સેઈલ                                        રૂ. ૯૩.૭૦
એસકેએફ ઇન્ડિયા                     રૂ. ૧,૯૬૨.૦૦
સુપ્રીમ ઈન્ડ.                             રૂ. ૧,૨૬૬.૦૦
ટાટા ગ્લોબલ                            રૂ. ૩૧૧.૬૦
ટાટા સ્ટીલ                               રૂ. ૭૪૪.૩૫
વોકહાર્ટ                                   રૂ. ૯૫૩.૮૦

You might also like