કાલે ડિસેમ્બર એક્સપાયરી પૂર્વે શેરબજારમાં સાવચેતી

આજે શરૂઆતે શેરબજારમાં સાવચેતીપૂર્વકની ચાલ જોવા મળી હતી. ગઇ કાલે શેરબજાર નવી ઊંચાઇએ જોવાયા બાદ આવતી કાલે ડિસેમ્બર એક્સપાયરી પૂર્વે બજારમાં શરૂઆતે બંને તરફ વધ-ઘટ જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૯ પોઇન્ટના સુધારે ૩૪,૦૩૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૪ પોઇન્ટના ઘટાડે ૧૦,૫૧૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેર સહિત બેન્ક નિફ્ટી રેડ ઝોનમાં જોવા મળી હતી.

જોકે સ્મોલ કેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. શરૂઆતે સન ફાર્મા, યસ બેન્ક અને ઓએનજીસીના શેરમાં ૦.૮૮ ટકાથી ૧.૭૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો, જ્યારે કોલ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેન્કના શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા.

ફાર્માસ્યુટિકલ કંપનીના  શેરમાં ઉછાળો
ટોરન્ટ ફાર્મા              ૦.૮૦ ટકા
કે‌િડલા હેલ્થ કેર        ૦.૮૨ ટકા
ઝાયડસ વેલનેસ     ૧.૨૫ ટકા
સન ફાર્મા                 ૧.૭૭ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ         ૦.૬૨ ટકા

આ કંપનીના શેરમાં ઉછાળો
રિલાયન્સ કોમ્યુ.        ૯.૦૦ ટકા
પ્રેસ્ટિજ એસ્ટેટ           ૫.૧૨ ટકા
અબાન ઓફશોર       ૨.૪૧ ટકા
યુનાઈટેડ બેવરીઝ    ૨.૩૩ ટકા
ઓઈલ ઈન્ડિયા         ૧.૯૩ ટકા
યુનિટેક                      ૧.૮૭ ટકા
ટાટા સ્પોન્જ               ૧.૬૪ ટકા

You might also like