Categories: Business Trending

Stock Market : સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત શરૂઆત બાદ ચઢાવ-ઉતાર

અમદાવાદ: આજે ગ્લોબલ માર્કેટ દ્વારા મળેલા સકારાત્મક સંકેતોને લઇને સેન્સેક્સ ૨૦૯ પોઇન્ટના ઉછાળા સાથે ૩૪,૬૫૧ની સપાટીએ ખૂલ્યો હતો અને નિફ્ટી ૫૫ પોઇન્ટ વધીને ૧૦,૪૪૨ની સપાટીએ ખૂલી હતી, પરંતુ થોડી વારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૫૨.૧૭ પોઇન્ટના ઘટાડા સાથે ૩૪,૩૮૯ અને નિફ્ટી ૨૪.૭૦ના ઘટાડા સાથે ૧૦,૩૬૧ની સપાટીએ ટ્રેડ કરી રહી છે. શરૂઆતમાં દિગ્ગજ શેર એલ એન્ડ ટી (છ ટકા), એમ એન્ડ એમ (૧.૭૨ ટકા), ટાટા મોટર્સ (૧.૪૩ ટકા)માં ઉછાળા સાથે બજારને સપોર્ટ મળ્યો હતો.

રિયલ્ટી, મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરમાં લેવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી ફ્લેટ થઇને ૨૫,૧૭૦ પર ટ્રેડ કરી રહી છે. આઇટી, પીએસયુ બેન્ક અને ફાર્મા શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં તેજી જોવા મળી છે. આજના ટોપ ગેનર્સમાં એલ એન્ડ ટી, હિંદુસ્તાન પેટ્રોલિયમ, યસ બેન્ક, આઇઓસી, ઓએનજીસી, એક્સિસ બેન્ક વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ લુઝર્સમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઇન્ડિયા, એસબીઆઇ, ટીસીએસ અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે.

રૂપિયો આઠ પૈસાની મજબૂતી સાથે ખૂલ્યો
આજે ડોલરની સામે રૂપિયો આઠ પૈસા વધીને ૭૩.૮૭ પર ખૂલ્યો હતો, જોકે થોડી વારમાં રૂપિયો નબળો પડ્યો હતો અને હાલ ૦.૧૩ પૈસાના ઘટાડા સાથે ૭૩.૮૩ પર ટ્રેડ કરી રહ્યો છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago