ઓટો-IT સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં નરમાઈ

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય શેરબજારમાં નરમાઇ જોવા મળી રહી છે. અમેરિકી શેરબજાર ૦.૨ ટકાના ઘટાડે બંધ થયું છે, જેના કારણે એશિયાઇ શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. શરૂઆતે સેન્સેક્સમાં ૦.૧૫ ટકા, જ્યારે નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતે સેન્સેક્સ ૫૦ પોઇન્ટના ઘટાડે ૨૫,૭૬૮, જ્યારે નિફ્ટી નવ પોઇન્ટના ઘટાડે ૭,૮૩૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. જોકે શરૂઆતે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં ખરીદી નોંધાઇ હતી.

ટેલિકોમ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ અને આઇટી સેક્ટર પ્રેશરમાં જોવાયું હતું. એ જ પ્રમાણે બેન્ક નિફ્ટી પણ ૦.૨ ટકાના ઘટાડે ૧૭,૦૩૦ની સપાટીની આસપાસ કારોબારમાં જોવાઇ હતી, જોકે રિયલ્ટી, પાવર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં સાધારણ ખરીદી નોંધાઇ હતી. મારુતિ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિંદાલ્કો અને ભારતી એરટેલ કંપનીના શેર્સમાં નરમાઇ નોંધાઇ હતી તો બીજી બાજુ વિપ્રો, ગેઇલ, હીરો મોટો કોર્પ કંપનીના શેર્સમાં સાધારણ સુધારો જોવાયો હતો. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે ગુરુ નાનક જયંતીના કારણે બજાર બંધ છે. ત્યાર બાદ નવેમ્બર એક્સપાયરીના કારણે બજારમાં વોલેટાલિટી જોવા મળી  રહી છે.

You might also like