શેરબજારમાં તેજીનો વરસાદઃ સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ

અમદાવાદ: ગઈકાલે નિફ્ટી સૌ પ્રથમવાર ૧૦ હજારની સપાટીથી ઉપર બંધ જોવાયા બાદ આજે શરૂઆતે શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી હતી. શેરબજાર નવી ઊંચાઈએ ખૂલ્યું હતું. ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં બીએસઈ સેન્સેક્સ ૨૪૭ પોઈન્ટના સુધારે ૩૨,૬૩૦ જ્યારે એનએસઈ નિફ્ટી ૮૧ પોઈન્ટના સુધારે ૧૦,૧૦૨ની નવી ઊંચાઈએ જોવા મળી હતી. બેન્ક, ઓટોમોબાઈલ સેન્ટરની આગેવાનીએ શેરબજારમાં ઊછાળો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેકટરના શેરમાં પણ આગેકૂચ જોવા મળી હતી. આજે શરૂઆતે મેટલ, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પણ મજબૂત સુધારાની ચાલ જોવાઈ હતી. એચડીએફસી, એશિયન પેઈન્ટ, મારુતિ સુઝૂકી કંપનીના શેરમાં ૦.૯૫ ટકાથી ૨.૫૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
તો બીજી બાજુ ભારતી એરટેલ, સિપ્લા અને સન ફાર્મા કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો ઘટાડો જોવાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેકટરના શેર જેવા કે રિલાયન્સ પાવર, રિલાયન્સ કેપિટલ, એલએન્ડટી ફાઇનાન્સ, ઈન્ડિયા બુલ્સ રિયલ, ઓરિયેન્ટ સિમેન્ટ, ડાયનામૈટિક ટેક કંપનીના શેરમાં ચારથી છ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

http://sambhaavnews.com/

You might also like