સેન્સેક્સની ચાર કંપનીની માર્કેટ કેપમાં ૪૦,૭૮૦ કરોડનો ઘટાડો

મુંબઇ: સેન્સેક્સની અગ્રણી ચાર કંપનીઓ જેવી કે ટીસીએસ, આઈટીસી, એચડીએફસી અને કોલ ઇન્ડિયાની માર્કેટ કેપમાં પાછલાં સપ્તાહે ઘટાડો જોવા મળ્યો છે. આ કંપનીની માર્કેટ કેપમાં ૪૦,૭૭૯.૯૭ કરોડનો ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, ઓએનજીસી, એસબીઆઇ અને હિંદુસ્તાન લિવર કંપનીની માર્કેટ કેપમાં સુધારો નોંધાયો છે. છ કંપનીની આ માર્કેટ કેપમાં કુલ મળીને ૩૫,૭૧૬.૮૫ કરોડનો સુધારો નોંધાયો છે.

ટીસીએસની માર્કેટ કેપમાં ૩૧,૭૨૩.૮૯ કરોડનો ઘટાડો નોંધાઇ ૪,૬૩,૫૪૩.૧૭ કરોડની જોવાઇ છે. સૌથી વધુ નુકસાન આઇટી સેક્ટરની આ અગ્રણી ટીસીએસ કંપનીને થયેલું જોવા મળ્યું છે. આઇટીસી કંપનીની માર્કેટ કેપમાં ૪,૫૩૭.૩૬ કરોડનો ઘટાડો નોંધાઇ ૩,૧૩,૦૧૭.૧૦ કરોડની જોવાઇ છે, જ્યારે એચડીએફસીની માર્કેટ કેપમાં ૪,૨૯૭.૬૪ કરોડ અને કોલ ઇન્ડિયાની માર્કેટ કેપમાં ૨૨૧.૦૮ કરોડનો ઘટાડો નોંધાયો છે.

તો બીજી બાજુ ઓએનજીસીની માર્કેટ કેપમાં ૧૩,૩૦૩.૭૯ કરોડનો વધારો નોંધાઇ ૨,૧૭,૬૫૧.૬૭ કરોડ, રિલાયન્સની માર્કટ કેપમાં ૧૦,૦૦૪.૯૭ કરોડ વધીને ૩,૩૮,૪૮૨.૮૪ કરોડની જોવાઇ છે. એસબીઆઇની માર્કેટ કેપમાં ૭,૪૯૧.૦૮ કરોડ, જ્યારે હિંદુસ્તાન યુનિ લિવરની માર્કેટ કેપમાં ૨,૨૨૯.૨ કરોડનો વધારો થયો છે. એચડીએફસી બેન્કની માર્કેટ કેપમાં ૧,૫૫૦.૮૨ કરોડ, જ્યારે ઇન્ફોસિસની માર્કેટ કેપમાં ૧,૧૩૬.૯૯ કરોડનો વધારો થયો છે.

You might also like