શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારો

આજે શરૂઆતે શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૪ પોઇન્ટના સુધારે ૩૩,૮૩૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના સુધારે ૧૦,૪૫૪ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી, જોકે આઇટી અને ટેક્નોલોજી કંપનીના શેર પ્રેશરમાં ખૂલ્યા હતા.

આજે શરૂઆતે ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ટાટા મોટર્સ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા.

બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧૦ ટકા જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪૦ ટકાનો સુધારો નોંધાયો હતો. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજકોષીય ખાધ વધવાની સંભાવના પાછળ બજેટમાં ખાસ કોઇ મોટી રાહત નહીં મળે તેવા સેન્ટિમેન્ટ પાછળ શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી રહી છે.

‘એ’ ગ્રૂપની કંપનીના આ શેર ઊછળ્યા
કંપનીનું નામ       ટકાવારીમાં ઉછાળો         શરૂઆતનો ભાવ
એસજેવીએન             ૧૦.૮૭                        રૂ. ૩૮.૨૫
યુકો બેન્ક                   ૮.૦૧                           રૂ. ૩૩.૦૫
વીડિયોકોન ઈન્ડ.      ૪.૮૮                           રૂ. ૨૩.૬૫
પ્રાજ ઈન્ડ.                ૩.૧૭                            રૂ. ૧૧૨.૩૫
રાષ્ટ્રીય કેમિકલ્સ       ૨.૮૩                           રૂ. ૧૦૩.૬૫
દેના બેન્ક                  ૨.૭૬                           રૂ. ૨૬.૧૦

પીએસયુ બેન્ક શેરમાં ઉછાળો
કેન્દ્ર સરકારે માર્ચ-૨૦૧૯ સુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૭૦ હજાર કરોડની મૂડી ફાળવવાનો નિર્ણય કર્યો હતો, જેના ભાગરૂપે છ જાહેર ક્ષેત્રની બેન્કોને રૂ. ૭,૫૭૭ કરોડ ફાળવવાને નાણાં વિભાગે મંજૂરીની મહોર પણ મારી દીધી છે, જેના પગલે આજે શરૂઆતથી જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

સરકારે બેન્ક ઓફ ઇન્ડિયાને રૂ. ૨૨૫૭ કરોડ, આઇડીબીઆઇ બેન્કને રૂ. ૨૭૨૯ કરોડ, બેન્ક ઓફ મહારાષ્ટ્રને રૂ. ૬૫૦ કરોડ અને દેના બેન્કને રૂ. ૨૪૩ કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે આરબીઆઇના ડેટા મુજબ જૂન-૨૦૧૭માં બેન્કની એનપીએ વધીને ૭.૩૩ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે.

એસબીઆઈ –  ૦.૪૩ ટકા
પીએનબી  –  ૦.૨૧ ટકા
બેન્ક ઓફ બરોડા  –  ૦.૨૯ ટકા
કેનેરા બેન્ક –  ૦.૩૪ ટકા
બેન્ક ઓફ ઇન્ડિયા  – ૧.૪૦ ટકા
યુકો બેન્ક  – ૭.૦૩ ટકા
આઇડીબીઆઈ – ૧.૭૭ ટકા
દેના બેન્ક –  ૩.૯૪ ટકા
બેન્ક ઓફ મહારાષ્ટ્ર – ૨.૩૯ ટકા

You might also like