સેન્સેક્સ ત્રણ સેશનમાં ૮૦૦ પોઈન્ટ ઊછળ્યો, બેન્ક, ઓટો શેર અપ

અમદાવાદ: આજે સપ્તાહની શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૯૫ પોઇન્ટના સુધારે ૩૩,૪૪૫ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૨ પોઇન્ટના ઉછાળે ૧૦,૩૧૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. સેન્સેક્સમાં ત્રણ સેશનમાં ૮૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળ‍ો જોવા મળ્યો હતો. બેન્ક, ઓટો, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, એસબીઆઇ કંપનીના શેરમાં ૧.૨૫ ટકાથી ૧.૮૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ હિંદુસ્તાન યુનિલિવર, રિલાયન્સ અને ભેલ કંપનીના શેરમાં ૦.૩૮ ટકાથી ૦.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારોમાં જોવા મળેલા સુધારાની ચાલ તથા યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સ્થાનિક બજારમાં વિદેશી તથા સ્થાનિક ફંડોની જોવા મળેલી લેવાલીના પગલે શેરબજારમાં આજે પણ ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

PSU બેન્ક શેરમાં ઉછાળો
એસબીઆઈ ૧.૪૧ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૭૨ ટકા
પીએનબી ૧.૨૨ ટકા
બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૮ ટકા
કેનેરા બેન્ક ૦.૪૮ ટકા
ઈન્ડિયન બેન્ક ૦.૯૦ ટકા

ઓટો શેરે સ્પીડ પકડી
મારુતિ સુઝુકી ૦.૭૫ ટકા
હીરો મોટો કોર્પ ૦.૭૪ ટકા
બજાજ ઓટો ૦.૧૯ ટકા
આઈશર મોટર ૧.૭૪ ટકા
ટાટા મોટર્સ ૦.૬૪ ટકા

You might also like