અમેરિકાની ચૂંટણી પૂર્વે સેન્સેક્સમાં ૨૫૦ પોઈન્ટનો ઉછાળો જોવાયો

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પૂર્વે એશિયાઇ શેરબજારોમાં જોવા મળેલા સુધારાના પગલે આજે શરૂઆતે સ્થાનિક શેરબજાર પણ ઊંચા ગેપથી ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૫૪ પોઇન્ટના સુધારે ૨૭,૫૨૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૮૦ પોઇન્ટના સુધારે ૮,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૫૧૪ની સપાટીએ ખૂલી હતી. આજે શરૂઆતે ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાયો હતો.

આજે બેન્કિંગ સ્ટોક્સમાં પણ જોરદાર લેવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટીમાં ૨૧૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ જોરદાર ખરીદી નોંધાઇ હતી. લ્યુપિન કંપનીના શેરમાં સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે આઇટીસી કંપનીના શેરમાં ૧.૯૫ ટકાનો સુધારો નોંધાયો હતો. એ જ પ્રમાણે એસબીઆઇ કંપનીના શેરમાં પણ ૧.૮૯ ટકાનો સુધારો જોવાયો હતો.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને ચૂંટણી પૂર્વે થયેલા સર્વેમાં બઢત મળી હોવાના સંકેતોએ વૈશ્વિક શેરબજારમાં તેની હકારાત્મક ચાલ જોવા મળી છે અને સ્થાનિક બજારમાં પણ ઘાડે ખરીદી નોંધાતાં ઉછાળો જોવા મળ્યો છે.

You might also like