એફએમસીજી સેક્ટરની આગેવાનીએ સેન્સેક્સમાં ૧૬૦ પોઇન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે સપ્તાહના ટ્રેડિંગના પ્રથમ દિવસે વૈશ્વિક બજારના સપોર્ટે શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સમાં ૧૬૦ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ રપ,૪૬૩ પોઇન્ટની સપાટી જ્યારે એનએસઇ ‌િનફટી ૪૬ પોઇન્ટના સુધારે ૭૭૯૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. એફએમસીજી કંપનીઓના શેરમાં આગેકૂચ જોવાઇ હતી.

આજે શરૂઆતે આઇટીસી કંપનીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક સહિત લુ‌િપન અને હિન્દુસ્તાન યુ‌િન‌િલવર કંપનીના શેરમાં પણ સકારાત્મક ચાલ જોવાઇ હતી. ઘટાડે એફએમસીજી સહિત મેટલ, બેન્ક, ઓટોમોબાઇલ અને કેપિટલ ગુડ્સ કંપનીના શેરમાં પણ ખરીદી નોંધાઇ હતી. બેન્ક નિફટીમાં ૦.૩ ટકાનો ઉછાળો જોવાયો હતો તો બીજી બાજુ આઇટી કંપનીના શેરમાં સુસ્તી નોંધાઇ હતી.

વિપ્રો કંપનીના શેરમાં ૦.પ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ‌િસપ્લા કંપનીનાે શેર ૦.૯ ટકા તૂટ્યો હતો. એનટીપીસી, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને બીપીસીએલ કંપનીના શેરમાં પણ વેચવાલી જોવાઇ હતી.

You might also like