Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

728_90

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની સપાટીને વટાવી ગઇ છે, જ્યારે સેન્સેક્સમાં ૧૦૦ પોઇન્ટની મજબૂતી દેખાઇ રહી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૧૦૩.૯૨ પોઇન્ટના ઉછાળા સાથે ૩૭,૩૯૪.૫૯ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૩૨.૨૦ના ઉછાળા સાથે ૧૧,૩૧૧.૧૦ પર ટ્રેડ કરી રહી છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ લેવાલી જોવા મળી છે. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનો ઉછાળો નોંધાયો છે જ્યારે નિફ્ટીના મિડકેપ-૧૦૦ ઇન્ડેક્સમાં પણ ૦.૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

ફાર્મા, મેટલ, ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં લેવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી ૦.૧૫ ટકાના ઉછાળા સાથે ૨૬,૪૮૨ પર ટ્રેડ કરી રહી છે. પીએસયુ બેન્ક, મીડિયા, પાવર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.

ઓએનજીસી, સન ફાર્મા, હિંદાલ્કો, કોલ ઇન્ડિયા જેવા શેરમાં ૧.૨૫થી બે ટકાનો ઉછાળો જોવા મળે છે, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, એચડીએફસી, વિપ્રો, એચપીસીએલ જેવા શેર ૦.૪ ટકાથી ૨.૨૫ ટકા સુધી ગગડ્યા છે.

ડોલર સામે રૂપિયો ૨૭ પૈસાના ઉછાળા સાથે ખૂલ્યો
આજે રૂપિયો ડોલર સામે ૨૭ પૈસાના ઉછાળા સાથે ૭૨.૭૦ની સપાટીએ ખૂલ્યો હતો. મંગળવારે રૂપિયો ૭૨.૯૭ની સપાટીએ બંધ રહ્યો હતો, જોકે થોડી વારમાં રૂપિયો ૦.૨૪ પૈસા તૂટીને ૭૨.૭૩ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.

You might also like
728_90