સેન્સેક્સમાં ૧૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો

અમદાવાદ: ગઈકાલે શેરબજારમાં કડાકો બોલાઈ ગયો હતો. બીએસઈ સેન્સેક્સમાં ૪૬૧ પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. આજે પણ વિદેશી બજારમાં પ્રેશર વચ્ચે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૪૦ પોઈન્ટના ઘટાડે ૨૫.૫૬૩ પોઈન્ટ જ્યારે એનએસઈ નિફ્ટી ૧૪ પોઈન્ટના ઘટાડે ૭,૮૩૨ પોઈન્ટની સપાટીએ ખુલી હતી જોકે પાછળથી નીચા મથાળે ખરીદી આવતા સુધારો જોવાયો હતો. સેન્સેક્સ ૧૨૧ પોઈન્ટનો જયારે નિફ્ટી ૩૪ પોઈન્ટના સુધારે ૭૮૮૧ પોઈન્ટના સપાટીએ ટ્રેન્ડિગમાં જોવા મળી હતી.

સપ્તાહના ટ્રેડિંગના છેલ્લા દિવસે અને એ સિરીઝની શરૂઆતમાં શેરબજારમાં વીક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. આજે શરૂઆતે બેન્કિંગ સ્ટોક્સ પ્રેશરમાં જોવાયા હતા. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મોન્સૂન અને રાજ્યોની ચૂંટણીનાં પરિણામ મહત્ત્વનાં ફેકટર બનશે. વિદેશી રોકાણકારોનાં નેગિટિવ સેન્ટિમેન્ટ વચ્ચે શેરબજારમાં વેચવાલી જોવા મળી છે.

દરમિયાન આજે શરૂઆતે ઓએનજીસી, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, ઈન્ફોસિસ અને સિપ્લા કંપનીના શેર્સમાં એક ટકા સુધીનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, તો બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ, એક્સિસ બેન્ક અને બજાજ ઓટો કંપનીના શેર્સ તૂટ્યા હતા.

You might also like