સેન્સેક્સનો પારો ગગડ્યોઃ ૧૪૮ પોઈન્ટનો ઘટાડો

અમદાવાદઃ આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૪૮ પોઇન્ટને ઘટાડે ૨૯,૨૭૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૦ પોઇન્ટને ઘટાડે ૯૦૫૭ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાતું જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી પણ ૮૮ પોઇન્ટ તૂટી હતી, જોકે બીજી બાજુ એફએમસીજી સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે ગેઈલ, ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૦.૪૫ ટકાથી ૦.૯૮ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧.૯૫ ટકા, રિલાયન્સ કંપનીના શેરમાં ૧.૨૯ ટકાનો ઘટાડો જોવાયો હતો. વૈશ્વિક બજારમાં જોવાયેલ નેગેટિવ ટ્રેન્ડ તથા સ્તાનિક બજારમાં એફઆઇઆઇની વેચવાલીની અસરથી શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. આજે શરૂઆતે એચયુએલ કંપનીના શેરમાં ૦.૪૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

http://sambhaavnews.com/

You might also like