સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ ઊછળ્યોઃ નિફ્ટી ૯,૦૦૦ની સપાટીને પાર

મુંબઇ: આજે મિશ્રિત ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ છે. આજે શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં ૧૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટી ૯,૦૦૦ની સપાટી ફરીથી વટાવી ગઇ છે. ગઇ કાલે તીવ્ર ઘટાડા બાદ આજે શેરબજારમાં ચોમેરથી લેવાલી જોવા મળી રહી છે.

શેરબજારને આજે બેન્કિંગ, મેટલ, ઓટો, એફએમસીજી અને ફાર્મા શેરનો સારો સપોર્ટ મળી રહ્યો છે. આજના ટ્રેડિંગમાં દિગ્ગજ શેરોની સાથે મિડ અને સ્મોલકેપ શેરમાં પણ સારી લેવાલી જોવા મળી રહી છે. શેરબજાર ખૂલ્યાના એક કલાક બાદ સેન્સેક્સમાં ૧૦૧.૩૮ પોઇન્ટના ઉછાળા સાથે ૨૯,૨૭૦.૩૫ની સપાટી જોવા મળી હતી, જ્યારે નિફ્ટીમાં ૩૦.૮૦ પોઇન્ટના ઉછાળા સાથે ૯,૦૬૧ની સપાટી જોવા મળી હતી. સાથેસાથે એશિયાઈ બજારમાં મિશ્રિત કારોબાર જોવા મળ્યો છે અને ક્રૂડ તેલ ગગડીને તેનો ભાવ પ્રતિબેરલ ૫૧ ડોલરની આસપાસ જોવા મળ્યો છે.

http://sambhaavnews.com/

You might also like