સેન્સેક્સે ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૨૮ હજારની સપાટી વટાવી

અમદાવાદ: વિદેશી શેરબજારમાં જોવા મળેલી સકારાત્મક ચાલની અસરથી તથા ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પસાર થવાની વધતી જતી સંભાવનાઓ પાછળ સેન્સેક્સે ૨૮ હજારની સપાટી ક્રોસ કરી છે. આજે શરૂઆતે સેન્સેક્સ ૮૦.૯૬ પોઇન્ટના સુધારે ૨૮,૦૨૩.૦૭ પોઇન્ટની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૦.૯૦ પોઇન્ટની સપાટીએ ૮૫૮૫.૯૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા સેક્ટરના શેરમાં ભારે લેવાલી જોવાઇ હતી. ઓટોમોબાઇલ અને બેન્ક શેરમાં પણ પોઝિટિવ ટ્રેન્ડ જોવાયો હતો. જોકે શરૂઆતે જોવાયેલો સુધારો ધોવાઇ ગયો હતો અને બજાર નેગેટિવ ટ્રેડિંગમાં હતું.

જોકે રિઝલ્ટ બાદ ટીસીએસ કંપનીના શેરમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. એચડીએફસી, કોલ ઇન્ડિયા અને એક્સિસ બેન્કના શેરમાં પણ નરમાઇની ચાલ નોંધાતી જોવા મળી હતી. તો બીજી બાજુ હિંદુસ્તાન યુનિલિવર કંપનીનો શેર ૧.૨૬ ટકા, જ્યારે આઇટીસી કંપનીનો શેર ૧.૨૬ ટકા ઊછળ્યો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી બજારો સહિત એફઆઇઆઇની ચાલુ રહેલી ખરીદીના પગલે સેન્સેક્સે ૨૮,૦૦૦ની સપાટી આજે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં વટાવી દીધી છે.

આ શેરમાં ઘટાડો નોંધાયો
એનટીપીસી    ૪.૦૮ ટકા
ટીવીએસ        ૨.૦૦ ટકા
ભેલ                ૦.૬૨ ટકા

You might also like