કોંગ્રેસ મહાસચિવ ગુરુદાસ કામતનું પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એઆઇસીસી મહાસચિવ ગુરુદાસ કામતએ પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે તેમણે ગત સપ્તાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને દરેક જવાબદારીઓથી મુક્ત થવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી.

ગુરુદાસ કામતે એક નિવેદન આપતાં કહ્યું હતું કે એ સક્રિય રાજકારણમાં સંન્યાસ લેવા ઇચ્છે છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કામતે આ રાજીનામું અશોક ગહલોત ને ગુજરાત પ્રદેશના પ્રભારી બનાવવા પર નારાજ આપીને આપ્યું છે. કોંગ્રેસએ ગુજરાત પ્રભારી કામતને હટાવીને અશોક ગહલોતને નવી જવાબદારી આપી છે.


મળતી જાણકારી અનુસાર મુંબઇ નગરપાલિકા ચૂંટણી માટે ઉણેદવારોની જાહેરાતના દિવસે 3 ફેબ્રુઆરીએ પણ કામતે રાહુલ ગાંધી સાથે આ બાબતે આગ્રહ કર્યો હતો. ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ બીએમસી ચૂંટણીમાં મતદાન વાળા દિવસે પણ એક મુલાકાત દરમિયાન કામતે પોતાના રાજીનામાની વાત ફરી કહી હતી. કામતને પાર્ટીમાં આપવામાં આવેલી અત્યાર સુધીની જવાબદારીઓ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ધન્યવાદ પણ કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like