આવતી કાલે 17 ધારાસભ્યોની વિવિધ યુનિ.માં સેનેટ સભ્ય તરીકે થશે નિમણુંક

ગુજરાતઃ રાજ્ય સરકાર 17 ધારાસભ્યોને વિવિધ યુનિ.માં સેનેટ સભ્ય તરીકે નિમણુંક કરશે. આવતી કાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની વિધિવત જાહેરાત કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ યુનિ.માં સેનેટ સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આમાં સૌરાષ્ટ્ર યુનિ.માં 3, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં 2 સભ્યો નિમવામાં આવશે. એસ.પી યુનિ.માં 2, એમ.એસ યુનિ.માં 2 સેનેટ સભ્યોની નિમણૂંક થશે. ગુજરાત યુનિ.માં 2, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં 2 સભ્યો નિમવામાં આવશે. ગુજરાત આયુર્વેદ યુનિ.માં 2, ભાવનગર યુનિ.માં 1 સભ્યની નિમણૂંક થશે અને શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં પણ 1 સેનેટ સભ્યની નિમણૂંક કરવામાં આવશે.

You might also like