મોદી સરકાર પર ભડકી શિવસેના, દુષ્કાળ સામે ઝઝૂમી રહી છે જનતા..

મુંબઇઃ કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં બીજેપીની સહયોગી શિવસેનાએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં બીજેરી અને કેન્દ્ર સરકાર પર જનતાની અવગણનાનો આક્ષેપ લગાવ્યો છે. લેખમાં શિવસેનાએ જણાવ્યું છે કે બીજેપી નેતાઓ વડાપ્રધાનની ડિગ્રી અને અગસ્તા ભષ્ટાચાર મામલે બાદમાં ચર્ચા કરે, પહેલાં મહારાષ્ટ્રમાં દુષ્કાળ પીડિતોની વાતને સાંભળે.

રાજ્ય સરકારે દુષ્કાળ રાહત માટે જે 10 હજાર કરોડની માંગણી કરી છે. તેની પર સરકાર જલ્દી અમલ કરે. સામનાના આ વાર પર મોદી સરકારને સકંજામાં લેતા શિવસેનાએ જણાવ્યું છે કે રાજ્યમાં 500 ટેક્ટરોથી પાણીનો સપ્લાઇ કરવામાં આવી રહ્યો છે. જેમાં 300થી વધારે ટ્રેક્ટરો મરાઠાવાળામાં છે. હાલ દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્ર ટ્રેક્ટરગ્રસ્ત થઇ ગયું છે. જે રાજ્યની પ્રગતિ માટે બિલકુલ અયોગ્ય છે.

પાર્ટીએ કેન્દ્ર સરકારને રાજ્યના અઘૂરા બંધોને પૂરા કરવાની યોજનાઓમાં મદદ કરવા અંગે અપીલ કરી છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર 1 લાખ કરોડનુ પેકે જ આપીને રાજ્યની મદદ કરે. શિવસેનાએ વધુમાં જણાવ્યું છે કે મુંબઇ જેવી મહાનગર પાલિકામાં દેશને 2 લાખ કરોડ રૂપિયા દર વર્ષે આપે છે. તેનો એક ભાગ પણ રાજ્યને પરત કરવામાં આવે તો રાજ્યની તસ્વીર બદલી શકાય છે.

You might also like