કોચ્ચિમાં યુવાનો સાથે મારામારીની ઘટનાએ શિવસેનાએ વખોડી

મુંબઇ : કોચ્ચિના મરીન ડ્રાઇવ પર બુધવારે યુવક – યુવતીઓ સાથે શિવસેના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી મારપીટને પાર્ટીના યુવા એકમનાં ચીફ આદિત્ય ઠાકરેએ શરમજનક જણાવી છે. સાથે જ આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાવી દીધા છે. તેમણે ટ્વિટ કર્યુ કે, કેરળમાં કોચ્ચિની ઘટના બિનજરૂરી અને શરમજનક છે. પાર્ટી આવા કૃત્યનો ન તો બચાવ કરશે ન તો સમર્થન.

ઠાકરેએ આગલ ટ્વિટ કર્યું કોચ્ચિની ઘટનામાં રહેલા લોકોને પાર્ટીમાંથી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ટીવી ચેનલમાં મરીન ડ્રાઇવ પર યુવક યુવતિઓને ખદેડી રહેલ શિવસેના કાર્યકર્તાઓનાં માર્ચ કરનાર વીડિયો સામે આવ્યા બાદ કરવામાં આવ્યા છે. કાર્યકર્તાઓએ પાર્ટીનાં બેનર અને ઝંડા સાથે માર્ચ કાઢી હતી.

બીજી તરફ પોલીસનું વલણ ખુબ જ નબળું રહ્યું છે. પોલીસની હાજરીમાં આ બધુ થઇ રહ્યો અને તેમણે કોઇ કાર્યવાહી નહોતી કરી. આ ઘટના બાદ અર્નાકુલમ સેન્ટ્ર પોલીસ સ્ટેશનનાં એસએચઓ એસ.વિજયશંકરને નિલંબિત કરી દેવામાં આવ્યા અને આ મુદ્દે તપાસનાં આદેશ આપવામાં આવ્યા. ઉપરાંત તેમની સાથે મરીન ડ્રાઇવ પર હાજર 8 અન્ય પોલીસ કર્મચારીઓને આર્મ્ડ રિઝર્વ પોલીસ કેમ્પ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યા. આ મુદ્દે 8 શિવસૈનિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

You might also like