એક દાયકામાં ત્રીજી વખત વર્ષાન્તે સેન્સેક્સમાં ઘટાડો

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૪માં સેન્સેક્સમાં ૨૯.૮૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ વર્ષ ૨૦૧૫માં સેન્સેક્સમાં ૬.૦૪ ટકાનો ઘટાડો જોવાયો છે. પાછલા એક દાયકામાં વર્ષ ૨૦૦૮માં સેન્સેક્સમાં ૫૨.૪૪ ટકા, વર્ષ ૨૦૧૧માં ૨૪.૬૨ ટકા જ્યારે વર્ષ ૨૦૧૫માં ૬.૦૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનમાં જોવાયેલી આર્થિક સુસ્તી, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાનો નિર્ણય પાછો ઠેલ્યા બાદ છેલ્લે તાજેતરમાં ડિસેમ્બરમાં વધારો કરવાનો નિર્ણય, સરકારની આર્થિક સુધારાની ધીમી ગતિ, વિદેશી રોકાણ પ્રવાહ ધીમો પડ્યાના કારણે સ્થાનિક મોરચે શેરબજાર ઉપર નેગેટિવ અસર જોવા મળી છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૫ ‌િમડકેપ-સ્મોલકેપ સહિત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે સકારાત્મક રહ્યું હતું. જ્યારે મેટલ બેન્કિંગ, પાવર સેક્ટર માટે વર્ષ ૨૦૧૫ નકારાત્મક રહ્યું હતું.
એક દાયકામાં વર્ષ ૨૦૦૯માં સેન્સેક્સમાં સૌથી વધુ ૮૧ ટકાનો સુધારો જોવાયો હતો.

દાયકામાં સેન્સેક્સમાં જોવાયેલ વધઘટ
ટકાવારીમાં વધઘટ
વર્ષ ૨૦૦૬ + ૪૬.૭૦
વર્ષ ૨૦૦૭ + ૪૭.૧૪
વર્ષ ૨૦૦૮ – ૫૨.૪૪
વર્ષ ૨૦૦૯ + ૮૧.૦૩
વર્ષ ૨૦૧૦ + ૧૭.૪૩
વર્ષ ૨૦૧૧ – ૨૪.૬૪
વર્ષ ૨૦૧૨ + ૨૫.૭૦
વર્ષ ૨૦૧૩ + ૮.૯૭
વર્ષ ૨૦૧૪ + ૨૯.૮૯
વર્ષ ૨૦૧૫ – ૬.૦૪

You might also like