શૌચાલય બનાવવા માટે પત્નીના દાગીના ગીરવે મૂક્યા, બકરી વેચી

જયપુરઃ સ્વચ્છ ભારત અભિયાનથી પ્રભાવિત થયેલા રાજસ્થાનના અેક આિદવાસી શ્રમજીવીઅે તેની પત્નીનાં ઘરેણાં ગીરવે મૂકી તેમજ તેની વહાલસોયી બકરીને વેચી નાખી તેના ઘરમાં શૌચાલય બનાવવાની અનોખી પહેલ કરી છે. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના અેક ગામમાં મજૂરીકામ કરતા આદિવાસી શ્રમિક કાંતિલાલ રોત ઝૂંપડપટ્ટીમાં રહે છે. પરિવારમાં પત્ની, માતા અને બાળકો ઉપરાંત તેમના ભાઈની િવધવા પત્ની સાથે રહે છે.

સ્વચ્છ ભારત અિભયાનની વાત સાંભ‍ળવા મળતાં તેમણે કોઈ પણ ભોગે શૌચાલય બનાવવા િનર્ણય કરી લીધો હતો. તેમણે શૌચાલય બનાવવા જાતે જ ખોદકામ શરૂ કરી દીધું હતું અને તે માટે જે સહાય મળી તે રકમ ખર્ચાઈ જતાં મજૂરીની રકમ આપવા તેમની પાસે પૈસા નહિ બચતાં તેમણે પોતાની પાંચ બકરીમાંથી અેક બકરી પાંચ હજારમાં વેચી નાખી હતી. આ ઉપરાંત તેમની પત્નીના દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા.

You might also like