બેન્ક શેરમાં વેચવાલીઃ શેરબજાર પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે જ શેરબજાર પ્રેશરમાં જોવા મળ્યું હતું. બેન્ક શેરમાં વેચવાલીએ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ૧૧૮ પોઈન્ટના ઘટાડે ૨૬,૧૯૭ જ્યારે એનએસઈ નિફ્ટી ૩૯.૨૫ પોઈન્ટના ઘટાડે ૮૦૭૫ પોઈન્ટની સપાટીએ ખૂલી હતી. આજે શરૂઆતે સિપ્લા, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટો કોર્પ, વિપ્રો અને અદાણી પોર્ટ્સ કંપનીના શેેરમાં સકારાત્મક ચાલ નોંધાઈ હતી તો બીજી બાજુ બેન્ક સહિત ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર જેવા કે ગેઈલ અને ઓએનજીસીમાં ૦.૫૦ ટકાથી ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્કોએ ૧૬ સપ્ટેમ્બરથી ૧૧ નવેમ્બરના સમયગાળામાં જમા થયેલી થાપણની સંપૂર્ણ રોકડ આરબીઆઈના કેશ રિઝર્વ રેશિયો હેઠળ ટ્રાન્સફર કરવાના નિર્દેશથી બેન્કના શેર પ્રેશરમાં જોવાઈ શકે છે, જેના પગલે આજે બેન્ક નિફ્ટીમાં પણ ૨૪૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. દરમિયાન આઈટી સેક્ટર પણ આજે પ્રેશરમાં જોવાયું હતું.

You might also like