પર્ફેક્ટ સેલ્ફી માટે સ્ત્રીઓ અબજો રૂપિયા ખર્ચી નાખે છે

સેલ્ફીને ક્રેઝ કઈ હદ સુધી છે તે અાપણે જાણીએ છીએ પરંતુ અાટલી હદ સુધી પહોંચેલા અા ક્રેઝ વિશે કદાચ જાણ નહીં હોય. ધ ગ્રોસર નામના એક ટ્રેડ મેગેઝિને તાજેતરમાં થયેલા એક સર્વેને ટાંકીને રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. બ્રિટનની સ્ત્રીઓ સેલ્ફીની એ હદે િદવાની છે કે કેમેરાની સામે પોતાની સતત પર્ફેક્ટ દેખાડવાના પ્રયાસમાં વ્યસ્ત રહે છે. અાના કારણે મેકઅપના સાધનો અને કોસ્મેટિક્સની માગમાં જબરદસ્ત ઉછાળો અાવ્યો છે. ગયા વર્ષે બ્રિટિશ સ્ત્રીઓએ સેલ્ફીના ક્રેઝ માટે થઈને મેકઅપના સાધનો અને વસ્તુઓ પાછળ છ અબજ જેટલા રૂપિયા ખર્ચી નાખ્યા હતા. નેલસન નામની માર્કેટ રિસર્ચ કંપનીનું કહેવું છે કે સ્ત્રીઓ અાઈબ્રો મેકઅપ અને લીપ કલર પાછળ સૌથી વધુ પૈસા ખર્ચે છે.

You might also like