સેલ્ફી પર સરકારનું કડક વલણ, ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર બનશે Danger Zone

નવી દિલ્હી: સેલ્ફી લેતી વખતે મોત થવાની ઘણી ઘટનાઓ સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે સાવચેતી ભર્યા પગલાં ઉઠાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. સેલ્ફી પ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહયોગી મંત્રી ડો. મહેશ શર્મા મંગળવારે કહ્યું કે દેશના ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર ‘સેલ્ફી ડેન્જર ઝોન’ લખીને મૂકવામાં આવશે.

સોશિયલ મીડિયા પર પર્ફેક્ટ ફોટો શેર કરીને લાઇક અને કમેન્ટ કરવાની રીતે સેલ્ફીનો ટ્રેન્ડ ખતરનાક રીતે વધારી દીધો છે. ત્યારબાદ દેશમાં સેલ્ફીના ચક્કરમાં ઘણી ઘટનાઓ બની છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ડો શર્માએ કહ્યું કે અમે દરેક રાજ્ય સરકારને પત્ર લખીને ચેતવમી આપવા માટે કહ્યું છે.

શર્માએ કહ્યું કે રાજ્ય સરકારો દ્વારા ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર સેલ્ફી ડેન્જર ઝોન દર્શાવતું બોર્ડ લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એને ગંભીરતાથી લેતા સહેલાણીઓને જાગૃત અને સાવધાન કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે. તેમણે આ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા મૂકવા માટે પણ અપીલ કરી છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે હું બધીને કહેવા માંગુ છું કે ખતરનાક જગ્યા પર સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાના જીવનું જોખમ લેશો નહીં. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વર્ષ 2015માં સેલ્ફીના કારણે થયેલા મૃત્યુમાં ભારતનું સ્થાન સૌથી આગળ હતું. દુનિયાભરમાં સેલ્ફીના કારણે તે વર્ષે થયેલા 27 મૃત્યુમાંથી 15 મોત ભારતમાં થયા હતાં.

You might also like