સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં ‘આંખ’ લાગશેઃ દુનિયામાં આવો પ્રયોગ પહેલીવાર

વોશિંગ્ટન: દુનિયાની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપનીઓમાંથી એક જગુઆર લેન્ડ રોવરે એક એવી ‘વર્ચ્યુઅલ આંખ’ બનાવી છે જેનો ઉપયોગ સેલ્ફ ડ્રાઇવિંગ કાર એટલે કે ડ્રાઇવર વગરની ગાડીઓ ચલાવવામાં કરાશે. જે રીતે કોઇ રોબોટમાં આંખ લગાવવામાં આવે છે તે રીતે કારમાં પણ આંખ લગાવાશે જેથી વ્યકિત જોઇ શકે કે તેની આસપાસ કોઇ વ્યકિત છે કે નહીં અને કોઇને પણ નુકસાન પહોંચાડયા વગર ગાડી ચાલી શકે.

અમેરિકામાં એક સર્વે કરાયો હતો જેમાં જાણવા મળ્યું કે લોકોને ડ્રાઇવર લેસ ગાડીઓ પર ઓછો ભરોસો છે. કેમ કે તેમાં હજુ પણ ટેકનોલોજીનો એટલો ઉપયોગ થયો નથી જેટલો થવો જોઇએ.

ત્યાર બાદ જગુઆર લેન્ડરોવરે મનોવૈજ્ઞાનિકોની મદદથી ડ્રાઇવરલેસ ગાડીઓના પ્રભાવને લઇને જાણકારી મેળવી અને વર્ચ્યુઅલ આંખ ડેવલપ કરી.

કાર જોશે તેની આસપાસ કોઇ છે કે નહીં
જગુઆર લેન્ડ રોવર કંપનીના એન્જિનિયરોની એક ટીમે આ વર્ચ્યુઅલ આંખ ડિઝાઇન કરી છે. તે એક પ્રકારે ઇન્ટેલિજન્સ કોડ છે જે ડ્રાઇવર લેસ ગાડીઓ પર લગાવાશે. આ વર્ચ્યુઅલ આંખોની મદદથી ગાડીઓ જોઇ શકશે કે આસપાસ કોઇ રસ્તેે ચાલતી વ્યકિત છે કે નહીં અથવા તો કોઇ ગાડી આવી રહી નથી. એન્જિનિયરોએ જણાવ્યું કે ડ્રાઇવર લેસ ગાડીની સામેથી કોઇ વ્યકિત ચાલી રહી હશે તો ગાડી તેને જોયા બાદ જાતે રોકાઇ જશે.

રોબોટની જેમ જ થઇ જશે કાર
ઘણી ઇન્ડસ્ટ્રી પોતાના રોબોટમાં આંખનો ઉપયોગ કરતી હોય છે. તાજેતરમાં એક ઇન્ડસ્ટ્રીયલ રોબોટ ‘Baxter’માં વર્ચ્યુઅલ આંખોનો ઉપયોગ કરાયો હતો. જેની મદદથી રોબોટ પોતાની આસપાસ કામ કરી રહેલા લોકોને જોઇ શકે છે અને તેમની સાથે વાતચીત કરી શકે છે.

ડ્રાઇવરલેસ ગાડીઓથી ૬૩ ટકા લોકોને ડર લાગે છે
અમેરિકન ઓટોમોબાઇલ એસોસીએશને એક સર્વે કર્યો હતો જેમાં જાણવા મળ્યું કે ૬૩ ટકા અમેરિકનોને હજુ પણ ડ્રાઇવર લેસ ગાડીઓમાં સફર કરવામાં ડર લાગે છે. ગત વર્ષે કરાયેલા સર્વેમાં ૭૮ ટકા લોકોએ આ ડરની વાત કરી હતી. આ સર્વેમાં સામે આવ્યું હતું કે પુરુષો અને યુવાનોને ડ્રાઇવરલેસ ગાડીમાં સફર કરવામાં ઓછો ડર લાગે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બે કરોડ વધુ લોકોએ ડ્રાઇવરલેસ ગાડીઓમાં સફર કરવા પર વિશ્વાસ મૂકયો હતો.

You might also like