દુનિયાના ઊભરતા દેશોને ભારત પછાડશેઃ મોર્ગન સ્ટેન્લી

મુંબઇ: વર્ષ ૨૦૧૬માં ભારત દુનિયાના ઊભરતા દેશોને પાછળ રાખી દેશે તથા ભારતનો આર્થિક વિકાસ ઊંચો રહેશે. મોર્ગન સ્ટેન્લીના તાજેતરમાં આવેલા સર્વે રિપોર્ટ મુજબ પાછલા વર્ષના જુલાઇથી ડિસેમ્બર મહિનાના સમયગાળામાં ભલે ભારતમાં રોકાણ નબળું રહ્યું હોય, પરંતુ વર્ષ ૨૦૧૬માં દેશનો આર્થિક વિકાસ ઊંચો જોવાશે.

મોર્ગન સ્ટેન્લીના સર્વેમાં ૫૨ ટકા લોકો ભારતના ઝડપી વિકાસની આશા રાખી રહ્યા છે. જ્યારે આ અગાઉ વર્ષ ૨૦૧૫ના જુલાઇથી ડિસેમ્બર મહિનાના સમયગાળામાં સર્વેમાં ૮૫ ટકા લોકોએ ભારતના ઝડપી વિકાસની આશા વ્યક્ત કરી હતી.

રિપોર્ટમાં જણાવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જોવા મળેલી ઊથલપાથલની અસર ભારતીય બજાર ઉપર પણ પડી છે. મોટા રોકાણકાર ભારતીય બજારમાંથી મોટા પ્રમાણમાં નાણાં પાછાં ખેંચી રહ્યા છે.

You might also like