શનિને ગ્રહ નહીં પણ દેવની દ્રષ્ટિએ જુઓ…

જે લોકોની જન્મકુંડળીમાં શનિદોષ હોય છે તેમને જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષીઓના માનવા મુજબ કેટલાક વિશેષ યોગમાં શનિદોષને દૂર કરવા માટેના ઉપાય કરવામાં આવે તો આવી વ્યક્તિના જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને સાધકનું નસીબ પણ ચમકી જાય છે.

જ્યારે શનિપ્રદોષનો શુભ દિવસ હોય, સાથે શનિવાર હોય તો શનિ પીડા, શનિદોષ, શનિની સાડાસાતી અને શનિની વક્રી દૃષ્ટિથી બચવા માટે કોઈ પણ ઉપાય કરવો હોય તો શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ પીડા નિવારણ માટે શનિવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

ધર્મગ્રંથમાં જણાવ્યા પ્રમાણે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવેલા વિશેષ ઉપાયોનું ફળ ઝડપથી પ્રાપ્ત થઈ જાય છે. જો તમે શનિપ્રકોપથી પરેશાન હો તો તમારે શનિને ખુશ કરવાના કેટલાક વિશેષ ઉપાય કરવાની જરૂર છે. આજે અહીં વાત કરવી છે એવા જ કેટલાક રામબાણ ઉપાયની, જેને કરવાથી શનિદેવ તમારા ઉપર પ્રસન્ન થશે સાથે જ તમારું નસીબ પણ બદલાઈ જશે.

• કાળી ગાયની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થઈ જાય છે. ગાયના માથા ઉપર રોલી લગાવીને, શિંગડામાં કલવા બાંધીને ધૂપ-આરતી કરવી જોઈએ. પછી પરિક્રમા કરીને ગાયને બુંદીના લાડું ખવડાવી દો.

• દર શનિવારે ઉપવાસ રાખો. સૂર્યાસ્ત પછી હનુમાજીની પૂજા કરો. પૂજામાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીવો અને વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરો.

• શનિવારના દિવસે વાનર અને કાળા કૂતરાને લાડુ ખવડાવવાથી પણ શનિનો કુપ્રભાવ ઓછો થઈ જાય છે અથવા કાળા ઘોડાની નાળ કે નાળમાં લગાવેલ ખીલીથી બનેલી વીંટી ધારણ કરો.

• શુક્રવારની રાત્રે કાળા ચણા પલાળી દો. શનિવારે આ ચણા, કાચો કોલસો, લોખંડની હળવી એક પત્તી કાળા કપડામાં બાંધીને માછલીઓના તળાવમાં નાખી દો. આ ઉપાય આખું વર્ષ કરો.

• શનિવારના દિવસે પોતાના ડાબા હાથના માપના ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લઈ તેને વણીને માળાની જેમ ગળામાં પહેરી લો. આ પ્રયોગથી પણ શનિ પ્રકોપ દૂર થઈ જાય છે.

• ચોકરયુક્ત લોટની બે રોટલી લો. એક પર તેલ અને બીજી પર ઘી ચોપડી દો. તેલવાળી રોટલી ઉપર થોડી મીઠાઈ રાખીને કાળી ગાયને ખવડાવી દો. ત્યાર બાદ બીજી રોટલી પણ ખવડાવી દો અને શનિદેવનું સ્મરણ કરો.

• શનિવારના દિવસે એક કાંસાની કટોરીમાં તેલ ભરો અને તેમાં પોતાનું મુખ જોઈને કાળા કપડામાં કાળા અડદ, સવા કિલો અનાજ, બે લાડુ, ફળ, કાળો કોલસો અને લોખંડની ખીલી રાખીને ડાકેત (શનિનું દાન લેનાર)ને દાન કરી દો.

• શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શનિદોષની શાંતિ માટે હનુમાનજી પાસે પ્રાર્થના કરો. બુંદીના લાડુનો ભોગ પણ લગાવો.

• શનિવારના દિવસે આખા અગિયાર નારિયેળ વહેતા જળમાં પ્રવાહિત કરો અને શનિદેવ પાસે જીવનને સુખમય બનાવવાની પ્રાર્થના કરો.

• દર શનિવારે સાંજના સમયે બરગદ (વડ) અને પીપળાના ઝાડની નીચે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને કડવા તેલનો દીવો પ્રગટાવો અને દૂધ તથા ધૂપ વગેરે અર્પણ કરો.

• જો શનિની સાડાસાતી, ઢય્યા કે મહાદશા ચાલી રહી હોય તો આ દરમિયાન માંસ, મદિરાનું સેવન ભૂલથી પણ ના કરો. જો તમે આ ચીજોથી દૂર રહેશો તો શનિદેવ અતિ પ્રસન્ન થશે.

• લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવાર કે શનિજયંતીના દિવસે પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે.

• શમી વૃક્ષના થડે વિધિ-વિધાનપૂર્વક ઘેર લઈ આવો. શનિવારના દિવસે શ્રવણ નક્ષત્રમાં કે શનિજયંતીના દિવસે કોઈ યોગ્ય વિદ્વાન દ્વારા અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંધીને ગળા કે બાવડામાં ધારણ કરો. શનિદેવ પ્રસન્ન થશે તથા શનિના લીધે જેટલી સમસ્યાઓ હશે તેનું નિરાકરણ આવશે.

• કાળા દોરામાં વીંછી ઘાસની જડને અભિમંત્રિત કરી શનિવારના દિવસે શ્રવણ નક્ષત્રમાં કે શનિજયંતીના શુભ મુહૂર્તમાં ધારણ કરવાથી શનિને લગતાં બધાં કાર્યમાં સફળતા મળે છે.

• શનિવાર કે શનિજયંતીના દિવસે શનિયંત્રની સ્થાપના અને પૂજા કરો. ત્યાર બાદ દરરોજ આ યંત્રની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સાથે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. વાદળી કે કાળાં પુષ્પ ચઢાવો. આમ કરવાથી લાભ થશે.

• શનિવારે કે શનિજયંતીના દિવસે સવારે જલદી ઊઠીને સ્નાન વગેરે કાર્ય કરીને કુશ (એક પ્રકારનું ઘાસ)ના આસન પર બેસી જાઓ. તેની સામે શનિદેવની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો અને તેનું પંચોપચાર વિધિથી પૂજન કરો. તેના પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઇ એક મંત્રની ઓછામાં ઓછી પાંચ માળાનો જાપ કરો તથા શનિદેવ સમક્ષ સુખ- સંપત્તિ માટે પ્રાર્થના કરો. જો પ્રત્યેક શનિવારે આ મંત્રનો આ જ વિધિથી જાપ કરો તો બહુ જલદી લાભ મળશે.

• શુક્રવારે સવા-સવા કિલો કાળા ચણા અલગ-અલગ ત્રણ વાસણમાં ભીંજવી રાખો. ત્યારબાદ શનિજયંતીના દિવસે સવારે નહાઈ, સ્વચ્છ કપડાં પહેરીને શનિદેવની પૂજા કરો અને ચણાને સરસિયાના તેલમાં વઘાર કરીને શનિદેવને ભોગ લગાવો. પછી પોતાની સમસ્યાના નિવારણ માટે પ્રાર્થના કરો.

ત્યારબાદ પહેલા સવા કિલો ચણા ભેંસને ખવડાવી દો. બીજા સવા કિલો ચણા કુષ્ઠરોગીઓમાં વહેંચી દો અને ત્રીજા સવા કિલો ચણા પોતાની ઉપરથી ઉતારીને કોઈ સૂમસામ જગ્યાએ મૂકી આવો. આ ઉપાય કરવાથી શનિદેવનો પ્રકોપ ચોક્કસપણે ઓછો થઈ જશે.

• સવા કિલો કાળો કોલસો, એક લોખંડની ખીલી કાળા કપડામાં બાંધીને પોતાના માથા ઉપરથી ઘુમાવીને વહેતાં જળમાં પ્રવાહિત કરી દો.

• શનિવારના દિવસે હનુમાનજીને ચોલા ચઢાવો. ચોલામાં સરસિયા કે ચમેલીના તેલનો ઉપયોગ કરો અને આ તેલથી જ દીવો પ્રગટાવો.

• શનિવારના દિવસે ભૈરવજીની ઉપાસના કરો અને સાંજના સમયે કડવા તેલનો દીવો પ્રગટાવી શનિદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરો.

લેખકની દૃ‌િષ્ટએ: શનિ ક્યારેય કોઈનું કંઈ જ ખોટું કરતો નથી પણ જ્યારે કોઈ વ્યક્તિ નીતિ ચૂકે છે અથવા ખોટાં કામ કરે છે ત્યારે તેને દંડ આપવાનું કામ શનિ મહારાજ કરે છે. કેટલીક વખત પૂર્વજન્મનાં સંચિત કર્મનું ફળ શનિ સજા સ્વરૂપે આપે છે.

મિત્રો, આપ સારાં કર્મ કરો છો તો આપે ગભરાવાની જરૂર નથી. શનિની કૃપા આપના પર જરૂર રહેશે જ.•
ડૉ. જલ્પેશ મહેતા
(M) ૭૬૦૦૪૫૬૭૮૯

You might also like