અરીસામાં જોઈને કે એકાંતમાં તમારી જાત સાથે વાતો કરવાથી સ્ટ્રેસ ઘટે છે

શું તમે ક્યારેય એકલા એકલા બબડતા હો છો? શું અરીસામાં જોઈને તમે જાણે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે વાત કરતા હો એ રીતે મોટેથી વાતો કરો છો? કેપછી એકલા હો ત્યારે તમે કોઈ બીજાની સાથે વાત કતા હો એ રીતે મનોમન કે મોટેથી વાતો કરો છો? જો અાવું થતું હો તો ચિંતા કરશો નહીં. તમને કોઈ માનસિક બીમારી નથી ઉલટાનું તમારી અા અાદત તમને સ્ટ્રેસમુક્ત કરનારી છે. અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ પોતાની જાત સાથે પોતાના જ વિશે ત્રીજા પુરુષ એકવચનમાં વાત કરવા લાગે છે ત્યારે તે બીજા વિશે અાપમેળે વિચારવા લાગે છે. અાવી અાદતને કારણ મગજ રિલેક્સ થાય છે.

You might also like