આ છે દુનિયાની સૌથી હોટેસ્ટ દાદી, ગજબ છે તેમની અદાઓ

તમે જેને તસવીરમાં જોઈ રહ્યા છો, તે કોઈ મૉડલની નથી, બલ્કે એક એવી મહિલાની છે, જે બે પૌત્રીઓની દાદી છે. આ દુનિયાની સૌથી ગ્લેમરસ દાદી છે. આ દાદીની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ દાદીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા દોઢ લાખથી વધુ છે. સર્બિયામાં રહેતી આ દાદી મોડલ અને ફેશન બ્લૉગર છે, જેનું નામ જેકલીના છે. આ દાદીએ પોતાની બે પૌત્રીઓની સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. જો કે સર્બિયામાં રહેતી આ દાદી હાલમાં ઈટાલીમાં રહે છે. જેકલીના કહે છે કે તે તમામ મોડલોની પ્રેરણા બનવા માગે છે. હવે તો જેકલીનાને લોકો ‘હૉટેસ્ટ ગ્રાંડમધર ઑફ વર્લ્ડ’ પણ કહે છે.

You might also like