કેટરીના અને સિદ્ધાર્થનું ‘બાર બાર દેખો’નું ફર્સ્ટ લુક

મુંબઇ: ફિલ્મકાર કરણ જોહરે કેટરીના કેફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનીત ફિલ્મ ‘બાર બાર દેખો’ની પહેલી ઝલક સોશિયલ સાઇટ ટ્વીટર પર મૂકવામાં આવી છે. ફોટોમાં એક દરિયા કિનારા પર સિદ્ધાર્થ અને કેટરીના હસતા જોવા મળે છે.

જોહરે ટ્વીટર પર લખ્યું, કેટરીના અને સિદ્ધાર્થ અભિનીત ‘બાર બાર દેખો’ની પહેલી ઝલક. ફિલ્મના નિર્માતા રિતેશ સિદ્ધવાની, કરણ જ્હોર અને ફરહાન અખ્તર છે જો કે નિર્દેશક નિત્ય મેહરા છે.

ફિલ્મમાં એક એવા વ્યક્તિની કહાની છે જેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ માટે પહેલેથી ખબર પડી જાય છે અને પછી કેવી રીતે તે પરિસ્થિતિઓ માટે પોતાની જાતને તૈયાર કરે છે. આ પ્રેમ કહાનીનું મોટાભાગનું શૂટિંગ સ્કોટલેન્ડના ગ્લાસ્ગો, બંગકોકના કાબ્રી અને દિલ્હીમાં થયું છે.

You might also like