સી ફૂડમાંથી મળતાં પોષકતત્ત્વો મેમરી શાર્પ રાખે છે

જે ખોરાકમાંથી ઓમેગા-૩ ફેટી એસિડ મળે છે તે મગજને શાર્પ રાખવામાં મદદરૂપ થાય છે અને ઉંમરને કારણે મગજમાં થતું ડેમેજ ઘટાડે છે. ઓમેગા-૩ ફેટી એસિડ મુખ્યત્વે માછલી અને દરિયાઈ ફૂડમાંથી મળતું હોય છે. અમેરિકાના શિકાગોમાં અાવેલી રશ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે અઠવાડિયામાં એકવાર સી-ફૂડ લેવામાં અાવે અથવા તો ઓમેગા-૩ ફેટી એસિડના સપ્લિમેન્ટ્સ લેવામાં અાવે તો મગજની વૃદ્ધ થવાની પ્રક્રિયા ધીમી પડે છે અને મગજ મિડલ એજ પછી પણ શાર્પ રહે છે.

You might also like