15 ઓગસ્ટની સુરક્ષા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે કરી હાઇલેવલ મીટિંગ

નવી દિલ્હી: ગૃહ મંત્રી રાજનાથ સિંહે 15 ઓગસ્ટની સુરક્ષાને ધ્યાનમાં લઇને પોતાના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉપરાંત એનએસએ અજિત ડોવાલ, રો ચીફ, આઇબી ચીફ, દિલ્હી પોલીસ કમિશ્નર અને
સુરક્ષાથી જોડાયેલા બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.

બેઠકમાં આતંકી ખતરાના સંદેશાની વચ્ચે આખા દેશમાં સુરક્ષાની વ્યવસ્થા કેવી છે તેના પર ચર્ચા થઇ. સરહદ પારથી પાકિસ્તાન તરફથી કરેલી સીજફાયર ઉલ્લંઘનનો લઇને પણ વાતચીત કરી. તો બીજી બીજુ લાલ કિલ્લાની આસપાસની સુરક્ષાને લઇને દિલ્હી પોલીસ સાથે અલગથી વાત કરવામાં આવી રહી છે.


નોંધનીય છે કે પાકિસ્તાનની શીર્ષ આતંક નિરોધી એજન્સીએ બે એલર્ટની જાહેરાત કરતાં સ્વતંત્રતા દિવસે ભારતીય સીમા પાસે આતંકી હુમલાની ચેતાવણી આપવામાં આવી હતી. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બે તાલીબાન આત્મઘાતી હુમલાખોરો ભારતીય સીમાથી વાઘા બોર્ડર અને ગાંદા સિંઘ બોર્ડર પર હુમલો કરી શકે છે.

You might also like