PM મોદીની વધી security, પરવાનગી વગર મંત્રીઓ પણ મળી નહીં શકે

નવી દિલ્હી: તાજેતરમાં જ ભીમા કોરેગાંવ હિંસા મામલમાં ધરપકડ કરેલા 5 આરોપીઓની પાસે મંબઇ પોલીસે એવા દસ્તાવેજ મળ્યા હોવાનો દાવો કર્યો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીવ ગાંઘીની સ્ટાઇલમાં મારવાની વાત કહેવામાં આવી હતી. હવે ગૃહ મંત્રાલયે પણ એમના જીવને જોખમ જણાવ્યું છે. એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને મોટું જોખમ જણાવતાં નવા નિયમો જારી કર્યા છે.

ગૃહ મંત્રાલયે બધા રાજ્યોને એલર્ટ મોકલવાની સાથે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીની વિશેષ સુરક્ષામાં તૈનાત એજન્સીઓની પરવાનગી વગર હવે મંત્રી અને અધિકારી પણ એમની નજીક જઇ શકશે નહીં. ગૃહ મંત્રાલય તરફથી દરેક રાજ્યોના ડીજીપીને લખેલા પત્રમાં પીએમ મોદી માટે કોઇ ‘અજ્ઞાત ખતરા’ની વાત કહાવામાં આવી છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઇને પણ પરવાનગી વગર નજીક આવવા દેવામાં આવે નહીં અને આ નિયમનું કડકપણે પાલન કરવામાં આવે. એમને કહેવામાં આવ્યું છે કે શંકા હોવા પર પીએમ મોદીની સુરક્ષામાં લાગેલી એસપીજી પણ હવે મંત્રીઓની તલાશી લઇ શકે છે.

રોડ શો ઓછા કરવાની સલાહ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીએમ મોદીને સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે એ રોડ શોના કાર્યક્રમ ઓછા કરે. પીએમ મોજી જે રીતે સામાન્ય જનતાને મળવા લોકોની વચ્ચે જતા રહે છે, એને લઇને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્વિમ બંગાળમાં આવનાર ચૂંટણી દરમિયાન પીએમ મોદીની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જણાવી દઇએ કે 2019ની લોકસભા ચૂંટણી અને એની પહેલા રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટણી લડશે અને એ જ પ્રચારની કમાન સંભાળશે.

થોડાક દિવસ પહેલા ગૃહમંત્રીએ કરી હતી બેઠક
જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવને જોખમને ધ્યાનમાં રાખી ગૃહમંબી રાજનાથ સિંહએ એમની સુરક્ષા વ્યવસ્થાની જોરદાર વ્યવસ્થા કરવાનો નિર્દેશ જારી કર્યો છે. પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

You might also like