સેનાએ અમરનાથ યાત્રીઓ પરના આતંકી હુમલાનો લીધો બદલો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવાર રાતથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઇ હતી જે 10 કલાક બાદ પૂરી થઇ હતી. બડગામમાં સેનાએ આતંકીઓ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ હિઝબુલના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ સોમવારના રોજ અમરનાથ યાત્રીઓ પર કરાયેલા આતંકી હુમલા બાદ કરાયેલા ઓપરેશનને એક મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

સેનાએ આ વિસ્તારને મંગળવાર રાતથી ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતુ. સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે બડગામના રૂદવોડા વિસ્તારમાં અથડામણ ચાલુ થઇ હતી. આ સંયુક્ત ઓપરેશનમાં શ્રીનગર અને બડગામ એસઓજી પણ સામેલ થયું હતું.
http://sambhaavnews.com/

You might also like