કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રમઝાન મહિનામાં આતંકીઓ વિરુદ્ધ નહીં થાય ઓપરેશન

ન્યૂ દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કશ્મીરમાં સેનાનાં ઓપરેશનને થોડાંક સમય માટે ટાળી દીધું છે. હકીકતમાં એવું છે કે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની માંગ પર કેન્દ્ર સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઇએ કે ભારતમાં 18 તારીખથી રમઝાનનાં પવિત્ર મહિનાની શરૂઆત થાય છે ત્યારે તેને ધ્યાનમાં રાખતા મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પાસે આ પ્રકારની માંગણી કરી હતી.

ગૃહ મંત્રાલય તરફથી પણ એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે કોઇ પણ પ્રકારની આતંકીની સ્થિતિમાં આ શરત લાગુ નહીં થાય કે પરંતુ સૂબામાં સેનાની કાર્યવાહી પર પૂરા રમઝાન દરમ્યાન ઢીલાશ વર્તવામાં આવશે.

આ નિર્ણયનો મતલબ એવો છે કે કોઇ પણ સુરક્ષા લિહાજથી ભારતીય સેના પોતાની ચોક્ક્સી ઓછી કરી દેશે પરંતુ સ્થાનીય કાર્યવાહીઓમાં થોડી ઢીલાશ જરૂર રહેશે. આ નિર્ણયનાં આધારે એક કોશિશ એવો સંદેશો આપવાની પણ છે કે રમઝાનનાં પવિત્ર મહિનામાં ઇન્સાનિયત પોતાનો ખોટો રસ્તો છોડીને સાચો રસ્તો અપનાવે.

You might also like