બારામૂલામાં હૂમલો કરનાબ બંન્ને આતંકવાદી પાકિસ્તાની હોવાની ઓળખ થઇ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં બારામુલામાં રવિવારેમોડી રાત્રે આતંકવાદી હૂમલાના બે શંકાસ્પદોને સુરક્ષાદળોએ ઓળખી લીધા છે. બંન્ને હૂમલાખોરો પાકિસ્તાની નાગરિક હોવાનું અને જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 23 વર્ષીય હનીફ અલિયાસ હિલાલ અને 22 વર્ષીય અલી બારામૂલામાં હૂમલો કરનારા હૂમલાખોરોનાં નામ છે.

આ હૂમલામાં બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે આતંકવાદી ધર્ષણ દરમિયાન એક બીએસએફ જવાન શહિદ થઇ ગયો હતો. એક જવાન જખમી થયો હતો. સુત્રોનાં હવાલાથી આવી રહેલા સમાચાર અનુસાર જમ્મુ કાશ્મીરનાં SOGને 3 દિવસ પહેલા બારામુલાનાં ઓલ્ડ ટાઉન એરિયામાં 2 આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી. તેને લોકલ સ્લીપર સેલની મદદ મળી હતી.

આ આતંકવાદીઓની યોજના સુરક્ષા દળોને નિશાન બનાવવાની હતી. સેના અને આઇબીને તેની જાણકારી આપી દેવામાં આવી છે. આતંકવાદીઓએ રવિવારે રાત્રે 10.30એ 46 રાષ્ટ્રીય રાઇફરના કેમ્પર પર ડબલ એટેક કર્યો હતો. કેટલાક આતંકવાદીઓએ મેન ગેટ પર હૂમલો કર્યો હતો. જ્યારે બીજા ગેટ પર આતંકવાદીઓએ ઝોલમ નદીની તરફથી હૂમલો કર્યો હતો. જો કે સુરક્ષા દળોએ બહાદુરી પુર્વક તેમને ખદેડી દીધા હતા. 2 આતંકવાદી ઠાર થયા હતા અને બાકી ભાગી ગયા હતા.

You might also like