જમ્મુ-કાશ્મીરમાં સેના પર પથ્થબાજોનો હુમલો, ફાયરિંગમાં 2નાં મોત

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને પથ્થરબાજોની વચ્ચે અથડામણ થઇ. આ મુઠભેદમાં બે નાગરિકોના મોત થયા છે. સૂબેના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પથ્થરબાજોએ પ્રદેશમાં શોપિયા જિલ્લાના ગનોવપુરા ગામથી પસાર થઇ રહેલા સેનાના એક કાફલા પર પથ્થરમારો કર્યો. જવાબમાં જવાનોએ એમને ત્યાંથી ભગાડવા માટે હવામાં ફાયરિંગ કરીને ગોળીઓ ચલાવી, એ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થઇ ગયા.

પથ્થરબાજો અને જવાનોની વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ જાવેદ અહમદ ભટ અને સુહૈલ જાવેલ લોની બાદમાં મોત થઇ ગયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે જેને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એમને જણાવ્યું કે યુવકોના માર્યા ગયા બાદ ગનોવપુરા અને નજીકના વિસ્તારમાં હાલત તણાવપૂર્વ છે. મુફ્તી સરકારના પ્રવક્તાએ કહ્યું કે મુખ્યમંત્રીએ બે નાગરિકોની મોત પર દુખ વ્યક્ત કર્યું છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

એમને જણાવ્યું કે મહેબૂબાએ રક્ષામંત્રી સીતારમણ સાથે વાત કરી છે. સીતારમણે એમને આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે તંત્રને મજબૂત કરવાનું આશ્વાસન આપ્યું.

You might also like