AFSPA થકી મળતી તાકાતનો દુરૂપયોગ ન થાય : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યિલ પાવર એક્ટ (એએફએસપીએ)નાં મુદ્દે કેન્દ્ર સરકારને આકરો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જે અશાંત વિસ્તારોમાં સશસ્ત્ર દળો વિશેષાધિકાર અધિનીયમ લાગુ છે ત્યાં પણ સૈન્ય અથવા અર્ધ સૈનિક દળો વધારે પ્રમાણમાં પ્રતિહિંસક તાકાતોનો ઉપયોગ ન કરી શકે.

સુપ્રીમે એમીકસ ક્યૂરીને મણિપુરમાં 1528 કથિત એન્કાઉન્ડર અંગેનો અહેવાલ આપવા માટે જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે સેનાં ઇચ્છે તો પણ તે આ મુદ્દે સ્વતંત્ર નિષ્પક્ષ તપાસ કરી શકે છે. ન્યાયાધીશ એમબી લોકુર તથા ન્યાયાધીશ આરકે અગ્રવાલની બેન્ચે આ ચુકાદો સુરેશ સિંહ સહિત અન્ય અરજીઓ પર સુનવણી કરતા આપ્યો હતો.

અરજીકર્તાએ 2000 થી 2012 દરમિયાન મણિપુરમાં થયેલ 1528 એન્કાઉન્ટરને નકલી જણાવ્યા હતા. એન્કાઉન્ટરને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ્સ ગણાવ્યા હતા. આ મુદ્દે સીબીઆઇ અથવા એસઆઇટી તપાસ કરાવવા માટેની માંગણી કરી છે. સાથે જ અરજીમાં સૈન્ય દળોનાં વિશેષ અધિકારનો કાયદો રદ્દ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

અરજીકર્તાનો આરોપ છે કે નકલી ધર્ષણ બાદ પણ સુરક્ષાદળનાં જવાનો એફસ્પાનાં કાયદાની આડમાં બચી જાય છે. સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે એન્કાઉન્ટરોને યોગ્ય ગણાવતા જણાવ્યું કે આ અંગેની તપાસ શક્ય નથી. આ કાર્યવાહી સૈન્ય કાર્યવાહી દેશની સંપ્રભુતા જાળવી રાખવા માટે કરવામાં આવી હતી. જો કે કોર્ટે કહ્યું કે આ વિશેષ કાયદાનો ઉપયોગ સુરક્ષા દળો પોતાનો પ્રતિશોધ લેવા માટે ન કરી શકે. ક્રિમિનલ કોર્ટ પાસે એન્કાઉન્ટર મુદ્દે ટ્રાયલ કરવાનો અધિકાર છે.

You might also like