કચ્છના ગામડામાંથી પકડાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ, સરહદ પાર થતી હતી વાતચીત

કચ્છ: ગુજરાતના કચ્છ વિસ્તારમાં ગત રાત્રે ત્રણ વખત સેટેલાઇટ ફોનના સિગ્નલ પકડાતા સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. સેટેલાઇટ ફોનથી સીમાપાર વાત કરવામાં આવી રહી હતી. સિગ્નલ પકડાયા બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કરી દીધું છે.

કચ્છના બોર્ડર નજીક આવેલા સિયોત ગામની આસપાસ ગત રાત્રે સુરક્ષા એજન્સીઓએ એક સેટેલાઇટ ફોનના સિગ્નલ પકડ્યા. તે ફોનનો ઉપયોગ કરનાર સરહદ પાર બીજા દેશમાં વાત કરી રહ્યો હતો.

એજન્સીઓએ સિગ્નલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફોનના માધ્યમથી ત્રણ વખત બોર્ડર પાર વાત કરવામાં આવી છે. આ વાતને સાંભળ્યા બાદ સુરક્ષા એજન્સીએ એલર્ટ જાહેર કરી દીધું છે.

સુરક્ષા એજન્સીના અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જો કે એજન્સીઓ તરફથી આ વાતના કોઇ સમાચાર મળ્યા નથી કે સેટેલાઇટ ફોન પર શું વાત કરવામાં આવી રહી હતી.

જો કે આ વર્ષે સુરક્ષા એજન્સીના અધિકારીઓ કંઇપણ કહેવા માટે તૈયાર નથી. બોર્ડરને અડીને આવેલા બધા વિસ્તારોમાં શોધખોળ અભિયાન ચાલુ છે. આઇબી પણ પોતાના સ્તર પર કેસની તપાસ કરી રહી છે.

You might also like