હાર્દિકનાં અમદાવાદ કાર્યક્રમ પહેલા 144ની કલામ લાગુ કરાઇ

અમદાવાદ : શહેર પોલીસ કમિશ્નરે શહેરમાં 144ની કલમ લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડયું છે. હાર્દિક પટેલ દ્વારા અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી હાર્દિકના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નરે અગમચેતીના ભાગરૂપે 144ની કલમ 25મી ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી લાગુ થશે.

પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડીને એક જ જગ્યાએ 4થી વધુ લોકો એકઠા ન થઈ શકે એ માટે શહેરમાં 144ની કલમ લાગુ કરી છે. શહેરની શાંતિ અને વ્યવસ્થા જાળવવા કમિશ્નરે આ નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બન્યું તેની શરૂઆત અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી જ થઇ તેવું માનવામાં આવે છે. હાર્દિક પટેલની જીએમડીસીની રેલી હિંસક બની હતી. ત્યાર બાદ પાટીદાર અને પોલીસ બંન્નેએ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. જો કે શાંતિથી ચાલી રહેલ આંદોલન અમદાવાદથી જ હિંસક બન્યું હતું તેમ કહી શકાય

You might also like