નેતાજીની ફાઇલો જાહેર થયા બાદ પરિવાર થયો ભાવુક

નવી દિલ્હી : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર દ્વારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સંબંધિત 100 ગુપ્ત દસ્તાવેજોને જાહેરા કર્યા હતા. આ પ્રસંગે નેતાજીનાં પરિવારજનો ઉપરાંત ભાજપનાં નેતાઓ હાજર રહ્યાહ તા. નેતાજીનાં પરિવારજનો આ ફાઇલોને જાહેર કરવામાં આવ્યા બાદ ભાવુક થઇ ગયા હતા. અત્રે નોંધનીય છે કે નેતાજીનાં પરિવારજનો નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પ્રસંગે ભાગ લેવા માટે સંસદમાં આવ્યા હતા.

ફાઇલોમાં જવાહરલાલ નેહરૂની ઇંગ્લેડનાં ત્યારનાં વડાપ્રધાન કિમેન્ટ એટલીને લખેલો પત્ર પણ છે. જેમાં નેહરૂએ બોઝને વોર ક્રિમિનલ લેખાવ્યા હતા. આ પત્રો નેહરૂએ 27, ડિસેમ્બર 1945નાં રોજ લખ્યા હતા. જો કે આ પત્રની નીચે નેહરૂની સહી નથી. આ પત્રમાં લખ્યું છે કે મને ભરોસાપાત્ર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુભાષ ચંદ્ર બોઝ જે તમારો યુદ્ધ અપરાધી છે તેને સ્ટાલિને રશિયામાં ઘૂસવા માટેની પરવનાગી આપી દીધી છે. આ રશિયાનો વિશ્વાસઘાત છે. કારણ કે રશિયા હંમેશાથી જ બ્રિટિશ અમેરિકી ગઠબંધનનો મિત્ર દેશ રહ્યો છે. તેણે આવું ન કરવું જોઇએ. આ અંગે તમને જે યોગ્ય લાગે તે કાર્યવાહી કરવી. જો કે પત્ર પર માત્ર નેહરૂનું નામ લખાયું છે તેનાં હસ્તાક્ષર નથી.

વડાપ્રધાન મોદીએ નેતાજીને જયંતી પ્રસંગે શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે આજનો દિવસ ખુબ જ મોટો છે. કારણ કે નેતાજી અંગેની ફાઇલો આજે જાહેર થવા જઇ રહી છે. લોકો પણ જાણશે કે નેતાજી શું હસ્તી હતી તેઓની સાથે શું થયું હતું. દેશ તેમની સાથે કયા પ્રકારે વર્તતો હતો.

You might also like