‘વો અફસાના ‌જિસે અંજામ તક લાના ન હો મુમકીન, ઉસે ખૂબસૂરત મોડ દે કે છોડના અચ્છા’

અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા એક પરિણીત પુરુષે ઘરમાં કામ કરવા માટે આવતી મહિલા સાથે બીજાં લગ્ન કરી દેતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે પ્રે‌િક્ટકલ એટલે કે વ્યવહારુ બનીને અાપસમાં મામલો થાળે પાડવા સલાહ અાપી છે. સાથેસાથે યુવકને પણ પ્રથમ પત્ની અને ચાર વર્ષની પુત્રીનું ભવિષ્ય સુરક્ષિત કરવાની વ્યવસ્થા કરવા પણ અાદેશ કર્યો છે.
બોપલ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પ્રવીણકુમાર પ્રજાપતિનાં લગ્ન વર્ષ 2009માં કપડવંજમાં રહેતી 25 વર્ષીય બ્રિજેશા પ્રજાપતિ સાથે થયાં હતાં. એક વર્ષ બાદ પુત્રી ધારાનો જન્મ થયો. બ્રિજેશાઅે કરેલા અાક્ષેપ મુજબ પુત્રપ્રાપ્તિની ઇચ્છા રાખતા પ્રવીણ તથા તેનાં માતાપિતાએ બ્રિજેશા ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું લગ્નનાં 4 વર્ષ પછી પ્રવીણે બ્રિજેશાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ સમયે પ્રવીણને ઘરમાં કામ કરવા માટે આવતી ઉષા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેઅે લગ્ન કરી લીધાં હતાં. બ્રિજેશાઅે એપ્રિલ-૨૦૧૪માં કપડવંજ પોલીસ સ્ટેશનમાં પ્રવીણ અને ઉષા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.

કપડવંજ પોલીસે પ્રવીણ અને ઉષાની ધરપકડ કરી હતી. કપડવંજ પોલીસે ચાર્જશીટ કરતાં સમયે પ્રવીણ અને ઉષા વિરુદ્ધમાં વ્ય‌િભચારની કલમનો પણ ઉમેરો કર્યો હતો. આ ફરિયાદ રદ કરવા માટે પ્રવીણે હાઇકોર્ટમાં ક્વોશિંગ ‌િપ‌િટશન ફાઇલ કરી હતી. પ્રવીણના વકીલ નીરવ ‌િમશ્રાએ કોર્ટ સમક્ષ એવી દલીલો કરી હતી કે પ્રવીણ વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે બ્રીજેશાના વકીલ આર.કે. રાજપૂતે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે નીચલી કોર્ટે ‌િબ્રજેશાને તેડી જવાનો ઓર્ડર કર્યો હોવા છતાંય આજ‌િદન સુધી પ્રવીણ ‌િબ્રજેશાને તેડી જતો નથી અને પોલીસ તપાસમાં પણ ગુનો સાબિત થયો છે.

બન્ને પક્ષોની દલીલો સાંભળતાં હાઇકોર્ટે ચુકાદો આપતાં ટાંક્યું કે સમગ્ર કેસને પ્રે‌િક્ટકલ બનીને જોવો જોઇએ. બ્રિજેશા હવે તેના પતિએ બીજાં લગ્ન કર્યાં હોવાથી તેની સાથે શાંતિથી લગ્નજીવન નહીં જીવી શકે. આ લગ્ન હવે મૃત અવસ્થામાં છે, જેથી બન્ને પક્ષકારોએ એક બીજાની સહમતિથી આ સમસ્યાનો નિકાલ લાવવો જોઇએ. હાઇકોર્ટે વધુમાં પ્રવીણને પોતાની પ્રથમ પત્ની અને પુત્રીના ભવિષ્યની ‌િસક્યો‌િરટી માટે કોઇ વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું હતું.

You might also like