સિંહસ્થમાં બીજા શાહી સ્નાનનો આરંભ થયોઃ રપ લાખ શ્રદ્ધાળુઓ ઊમટ્યા

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થ કુંભમાં આજે સવારથી બીજા શાહી સ્નાનનો આરંભ થઇ ગયો છે. અક્ષય તૃતીયા પર અમૃત સ્નાન કરવા રપ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ‌ક્ષ્રિપ્રા નદીના કિનારે પહોંચી ગયા છે. આજે વહેલી સવારે મહાકાલ આરતી બાદ ક્ષ્રિપ્રાના વિવિધ ઘાટ પર શાહી સ્નાન શરૂ થઇ ગયું હતું. રામઘાટ અને ગત અખાડા ઘાટ પર સાધુ-સંતોનાં શાહી સ્નાન બાદ આજે બપોરે ૧-૦૦ વાગ્યાથી સામાન્ય શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકશે. જોકે અન્ય ઘાટ પર સવારથી જ શ્રદ્ધાળુઓનું સ્નાન શરૂ થઇ ગયું છે. શાહી સ્નાનની વ્યવસ્થાની બાબતે પોલીસ અને સ્થાનિક પત્રકારો સાથે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી.

સિંહસ્થ કુંભમાં આંધી અને ભારે વરસાદે તારાજી સર્જી હતી. શાહી સ્નાન દરમિયાન કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ના થાય તે માટે ઘાટની આસપાસ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. મેળાના વિસ્તારમાં મેડિકલ સુવિધાની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. રામઘાટ અને દત્ત અખાડા ઘાટ ઉપર સાધુ સંતોના સ્નાન પછી લગભગ 1 વાગ્યાથી સામાન્ય શ્રદ્ધાળુઓ સ્ના કરી શકશે. જો કે અન્ય ઘાટ ઉપર સવારથી જ શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે છે.

એક મહિના સુધી ચાલનારું સિંહસ્થ મહાપર્વમાં કુલ 10 સ્નાન થશે. પહેલું શાહી સ્નાન પતિત પાવન ક્ષિપ્રાના વિવિધ ઘાટો ઉપર થયું હતું. જેમાં પહેલા જૂના અખાડાના સંતોએ સ્નાન કર્યું હતું.


બીજા શાહી સ્નાન દરમિયાન આકાશમાં દુર્લભ ઘટના પણ થનારી છે, જેને પારગમન કહેવામાં આવે છે. આવું ત્યારે થાય છે, જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે બુધ અથવા શુક્ર ગ્રહ આવી જાય છે. આ ખાગોલીય ઘટનાને તડકાનાં ચશ્મા તે ખાલી આંખો. વેલ્ડિંગ કાંચ વગેરેથી જોવું આંખો માટે નુકસાનકારક છે.

બુધનું પહેલું પારાગમન 7 નવેમ્બર 1631ના રોજ જોવા મળ્યું હતું. ત્યારબાદ પારગમન 15 નવેમ્બર 1999, 7 મે 2003 અને 8 નવેમ્બર 2006ના રોજ થયું હતું. આગળનું પારાગમન 11 નવેમ્બર, 2019, 13 નવેમ્બર 2032, 7 નવેમ્બર 2039 અને 7 મે 2049ના રોજ થશે.

You might also like